રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહક સુરક્ષા કોર્ટે ખેડૂત પરિવારને વીમા કંપનીએ કરેલ અન્યાય સામે કર્યો ન્યાય


SHARE









મોરબીમાં ગ્રાહક સુરક્ષા કોર્ટે ખેડૂત પરિવારને વીમા કંપનીએ કરેલ અન્યાય સામે કર્યો ન્યાય

મોરબીના ગોરખીજડીયા સહકારી મંડળીના સભ્યનો વીમો ઉતારનાર ચૌલા મંડલમ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીએ વીમો આપવામાં બહાનું કાઢ્યું હતું અને ડ્રાઈવીંગ લાયસન્સના બહાને ખેડૂતનો વીમો આપવામાં આવ્યો ન હતો જેથી તેનો કેસ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ચાલી ગયો હતો અને હાઇકોર્ટમાં લડત આપી ખેડૂતના હિતમાં ચુકાદો આપવામાં આવેલ છે

હાલમાં મળી રહેલા માહિતી મુજબ મોરબીના ગોર ખીજડીયા ગામના રહેવાસી દેવુબેન હમીરભાઇ કડોતરાના પતિનુ અકસ્માતે મૃત્યુ થયું હતું અને તેનો વીમો સહકારી મંડળી દ્વારા ચોલા મંડલમ ઈન્સ્યુરન્સ કંપનીમાં લેવામાં આવ્યો હતો જો કે, વીમા કંપનીએ ડ્રાઇવીંગ લાયસન્સના બહાના હેઠળ વીમો ચુકવવાની ના પડી હતી જેથી દેવુબેને મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કર્યો હતો અને રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ કર્યો હતો તે બન્ને કેસમાં રૂપિયા દશ લાખ નવ ટકાના વ્યાજ અને ખર્ચ સાથે ચુકવવાનો વીમા કંપનીને આદેશ કરેલ હતો. પરંતુ ચૌલા મંડલમ ઇન્સ્યુરન્સ કંપનીએ આ રકમ ચુકવેલ નહી અને ગ્રાહક અદાલત હાઇકોર્ટમાં અપીલમાં ગયેલ હતા અને કોર્ટે વીમા કંપનીની અપીલ કાઢી નાખી છે અને જે ચુકાદો આપવામાં આવેલ છે તેને માન્ય રાખવામા આવેલ છે જે વીમા કંપનીએ ૧૦ લાખ રૂપિયા ૯ ટકાના વ્યાજ સાથે તા.૧૬/૧૦/૧૯ થી ખર્ચ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે આમ ખેડૂત પરિવાર સાથે વીમા કંપનીએ કરલે અન્યાય સામે કોર્ટે ન્યાય કરેલ છે




Latest News