મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર ૨૩ જુલાઇ સુધી પ્રવેશબંધી


SHARE













મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર ૨૩ જુલાઇ સુધી પ્રવેશબંધી

મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી.પંડયા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં માળીયા મીયાણા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ મામલીયા ટાપુ (૩.૦ નોટીકલ માઇલ્સ), મુર્ગા ટાપુ (૧.૩ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૧ (૬.૧ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૨ (૫.૮ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૩ (૬.૧ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૪ (૫.૩ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૫ (૪.૮ નોટીકલ માઇલ્સ) અને  અનનેમ ટાપુ-૬ (૫.૧ નોટીકલ માઇલ્સ) સહિત કુલ ૮ ટાપુઓ ઉપર કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહી કે ઘુષણખોરી કરવી નહી, સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું કોઇ કૃત્ય કરવું નહી. આ ટાપુઓ ઉપર કોઇ વ્યકિતએ પ્રવેશવું નહી તથા બોટને લાંઘવાની પ્રવૃતિ નહીં કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારશ્રીના સુરક્ષા દળ, ફોરેસ્ટ વિભાગ, મહેસુલ વિભાગ, લેન્ડ રેકર્ડસ તથા ફિશરીઝ વિભાગના અધિકૃત અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને લાગુ પડશે નહીં આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારોશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામુ તા. ૨૩/૦૭/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.






Latest News