રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળાની PM પ્રોજેકટ માટે પસંદગી


SHARE









મોરબીની માધાપરવાડી કન્યા શાળાની PM પ્રોજેકટ માટે પસંદગી

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત વર્ષે  ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સરકારી શાળાની કાયા પલટ કરવા પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા-પીએમ પ્રોજેક્ટનો વિચાર રજૂ કરી સપનાની શાળા વિશે વાત કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત દેશની ૧૪૫૦૦ શાળાઓ પૈકી ગુજરાતની ૨૭૪ શાળા પસંદ કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાની પાંચ શાળા પૈકી મોરબીની માધાપરવાડી કન્યા શાળાની પસંદગી કરવામાં આવી છે

જેના ભાગરૂપે શાળામાં પ્રોજેક્ટર સ્માર્ટ બોર્ડ સાથેના સ્માર્ટ કલાસરૂમ,૧૬ કમ્પ્યુટર સાથે કમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા, અનેક પુસ્તકોથી સજ્જ પુસ્તકાલય જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે,હવે પછી શાળામાં નવીનત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, લર્નિંગ સેન્ટ્રીક ટીચિંગ મેથડ લાગુ થશે,આ સ્કૂલમાં વધુને વધુ પ્રાયોગિક, પરિવર્તનશીલ તેમજ સર્વગ્રાહી એટલે કે સર્વાંગી વિકાસ આપતું શૈક્ષણિક ધામ બનાવશે.અહીં વિદ્યાર્થીનીઓને તમામ પ્રકારની ઇન્ડોર,આઉટડોર પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. વિદ્યાર્થીનીઓમાં સર્જનાત્મકતાનો વિકાસ થાય એવું સર્વગ્રાહી શિક્ષણ આપવામાં આવશે.આ PM SHRI શાળામાં વિદ્યાર્થીઓના વ્યક્તિગત વપરાશ માટે  પણ અનેકવિધ શૈક્ષણિક સાધન સામગ્રી પુરી પાડવામાં આવશે,શાળામાં ઘટતા વર્ગખંડો સ્વચ્છતા સંકુલ વગેરે સુવિધાઓ ઉભી કરવા આવશે,માધાપરવાડી કન્યા શાળાનો PM શ્રી યોજનામાં સમાવેશ કરવા બદલ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલા તેમજ એસ.એમ.સી.ના જાગૃત અધ્યક્ષ કાળુભાઈ વી.પરમારે મોરબીના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઇ અંબારીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર, આસિ. ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર પ્રવિણભાઈ ભોરણીયા વગેરેનો આભાર પ્રકટ કરેલ છે.




Latest News