વાંકાનેરમાં ભિક્ષા વૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાન અને તેના પરિવાર ઉપર ચાર શખ્સોએ કર્યો ધોકા વડે હુમલો


SHARE







હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાન અને તેના પરિવાર ઉપર ચાર શખ્સોએ કર્યો ધોકા વડે હુમલો

હળવદમાં શનિદેવના મંદિરની બાજુમાં વડવાળા કાંટાની પાછળ અગાઉ થયેલ ઝઘડાનો મનદુઃખ રાખીને ચાર શખ્સો દ્વારા ધોકા વડે યુવાન અને તેના પરિવારજનો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે યુવાન, તેના દીકરા અને પુત્રવધુને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં શનિદેવ મંદિર પાસે રહેતા જગદીશભાઇ ભનુભાઇ વાણસકીયા જાતે નાથબાવા (૪૫)એ હાલમાં મનાભાઈ મોહનભાઈ બાવાજી, સનાભાઇ મોહનભાઈ બાવાજી, ભરતભાઈ ધુળાભાઈ બાવાજી અને પ્રભુભાઈ ભરતભાઈ બાવાજી રહે બધા  વડવાળા કાંટાની પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, અગાઉ સામાન્ય ઝઘડો થયો હતો તે બાબતનો મનદુઃખ રાખીને ચારેય શખ્સો દ્વારા હાથમાં લાકડાના ધોકા લઈને આવીને ફરિયાદી જગદીશભાઈને ગાળો આપવામાં આવી હતી અને ધોકા વડે તેને માર માર્યો હતો તેમજ તેના દીકરા અને દીકરીની પત્નીને પણ આરોપીઓએ માર માર્યો હતો જેમાં ફરિયાદીની પુત્રવધુને કપાળના ભાગે વધુ ઈજા થઈ હતી ત્યાર બાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં જગદીશભાઈએ ચાર શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

છરી મારી
મૂળ ટંકારા તાલુકાના રામપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં ઝૂંપડામાં રહેતા હંસાબેન રમેશભાઈ જખાણીયા (૩૧) ને મોરબીના ખાટકીવાસ પાસે તેના પતિએ જમણા હાથે કોણી પાસે છરી વડે ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News