રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડે ટ્રક ટેલરના ચાલક બાઇકને હડફેટે લેતા બહેનના સાસુનું મોત: યુવાન-દીકરાને ઇજા


SHARE









મોરબીના જેતપર રોડે ટ્રક ટેલરના ચાલક બાઇકને હડફેટે લેતા બહેનના સાસુનું મોત: યુવાન-દીકરાને ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાના પાસે બાઈકનો ઓવરટેક કરતા સમયે ટ્રક ટેલરના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઈકમાં બેઠેલ યુવાનના બહેનની સાસુને કમરના નીચેના ભાગે ગંભીર ઈજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને બાઈક ચાલક યુવાન તથા તેના દીકરાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને ટ્રક ટેલરના ચાલક સામે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના ટીલાણા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના નાગડાવાસ ગામે દાનાભાઈ સવાભાઈ મિયાત્રાની વાડીએ રહીને મજૂરી કામ કરતા ભીલસિંગ ભવાનસિંહ વસુનીયા જાતે આદિવાસી (૨૦)એ હાલમાં ટ્રક ટેલર નંબર આરજે ૫૨ જીબી ૦૦૩૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાના બહેનના સાસુ બુદ્ધિબેન જેનાભાઈ સિંગાળા (૪૦) તથા પોતાના દીકરા જીગ્નેશ (૪) ને મોટરસાયકલ નંબર જીજે ૩ ડીએફ ૭૧૧૫ ઉપર બેસાડીને જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી પાસે હોસ્પિટલેથી દવા લઈને નાગડાવાસ તરફ જતા હતા ત્યારે તેઓના બાઈકનો ટ્રક ટેલરના ચાલકે ઓવરટેક કર્યા બાદ તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલક યુવાન અને તેના દીકરાને ઈજા થઈ હતી જોકે તેની યુવાનની બહેનના સાસુ બુદ્ધિબેનને કમરથી નીચેના ભાગમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતુ અને ટ્રક ટેલરનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને નાસી ગયો હતો જેથી હાલમાં ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.જી. જેઠવા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયામાં રહેતી પૂજાબેન મોહનભાઈ મારવાડી (૧૦) નામની બાળકી ત્યાં ગેઇટ પાસે હતી ત્યારે ત્યાં વહાન અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં પૂજાબેનને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ બાળકીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે




Latest News