બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નાના ભાઈના મોબાઇલમાં અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા બાદ બહેન ગુમ !


SHARE









મોરબીમાં નાના ભાઈના મોબાઇલમાં અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા બાદ બહેન ગુમ !

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ ડો. બાબાસાહેબ કુમાર છાત્રાલય સામે રહેતા પરિવારની દીકરી ગઈકાલે સવારે ૯ વાગ્યાથી ગુમ થઈ ગયેલ છે જેથી કરીને તેના પિતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની લેખિત અરજી ફરિયાદ આપેલ છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરેલ છે અને પરિવારજનો દ્વારા યુવતીને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ ડો. બાબાસાહેબ કુમાર છાત્રાલય પાસે રહેતા નાડીયા ભીખાભાઈ જાદવજીભાઈએ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી ગુમ થઈ હોવા અંગેની ગુમસુધા લેખિત અરજી ફરિયાદ આપવામાં આવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ગઈકાલે ૩૦ તારીખના રોજ તેઓ લગ્ન પ્રસંગમાં ઘરેથી બહાર ગયા હતા દરમિયાન તેની દીકરી ગાયત્રી અને દીકરો સમીર (૧૪) ઘરે હાજર હતા અને સવારે ૯ વાગ્યાના અરસામાં સમીરના મોબાઈલ ફોન ઉપર કોઈ અજાણ્યા માણસે ફોન કર્યો હતો અને ત્યારે ગાયત્રીએ તે ફોન ઉપર વાત કરી હતી અને વાતચીત થયા બાદ સવારે નવેક વાગ્યાથી ગાયત્રી ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને જે મોબાઇલ ફોન ઉપરથી ફોન આવ્યો હતો તેની તપાસ કરવામાં આવતા મોબાઈલ કોઈ અજય નામના વ્યક્તિનો છે અને હાલમાં તે ખોડીયારપરા લખધીરપુર રોડ મોરબી ખાતે રહેતો હોવાનું પરિવારજનોને જાણવા મળ્યું હતું જેથી કરીને ગુમ થઈ ગયેલ યુવતીના પિતા દ્વારા તેની દીકરી ગુમ થઈ છે તેને અજય ભગાડી ગયો હોવાની શંકા વ્યક્ત કરી છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં લેખિત  અરજી ફરિયાદ આપેલ છે જેથી પોલીસ અને પરિવારજનો દ્વારા યુવતીને શોધવા માટે થઈને કવાયત કરવામાં આવી રહી છે




Latest News