બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પંચાયતનું નાણાકીય રેકોર્ડ ગુમ કરનાર તલાટીમંત્રી ફરજ મોકુફ: ફરિયાદ નોંધાવવા તજવીજ


SHARE









મોરબી જીલ્લામાં પંચાયતનું નાણાકીય રેકોર્ડ ગુમ કરનાર તલાટીમંત્રી ફરજ મોકુફ: ફરિયાદ નોંધાવવા તજવીજ

જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા દ્વારા અગાઉ ઘુનડા(સ) ગામના તલાટી એલ.એ. ઠોરીયાની બદલી હળવદ તાલુકાના વેગડવાવ ગામે કરવામાં આવી હતી. તેમના હસ્તકનો ગામનો હવાલો તલાટી-મંત્રી એમ.એ.દેથરીયાને સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. એલ.એ. ઠોરીયાએ ઘુનડા(સ) અને આદેપર ગ્રામ પંચાયતનું પૂરું રેકર્ડ એમ.એ.દેથરીયાને ન સોંપતા મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રીને ટીમ બનાવી રૂબરૂ ચકાસણી કરી સ્પષ્ટ અભિપ્રાય આપવા જણાવ્યું હતું.

મોરબી તાલુકા વિકાસ અધિકારીએ ઘુનડા(સ) અને અદેપર ગામનું નાણાકીય રેકોર્ડ એલ.એ. ઠોરીયાએ ગુમ કરેલ છે તેમ જણાવતા એલ.એ. ઠોરીયાને વેગડવાવ ગ્રામ પંચાયત ખાતેથી ફરજ મોકુફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે ઉપરાંત તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા મોરબી તાલુકા વિકાસ અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે




Latest News