બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે કારખાનામાં લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE









મોરબીના બેલા પાસે કારખાનામાં લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પડતાં યુવાનનું મોત

મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરના ત્રીજા માળ ઉપરથી નીચે પટકાતા શરીરે ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કરતા આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં લેક્મી સિરામિક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં કામ કરતો સંજુ પન્નાલાલ ઘોર (૨૭) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળની છત ઉપરથી અકસ્માતે નીચે પટકાયો હતો જેથી કરીને તેને શરીરે ઇજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ ત્પાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વરલી

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે તળાવ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા ઈકબાલભાઈ સલેમાનભાઈ દલ જાતે વાઘેર (૪૭) રહે. વવાણીયા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૪૫૦ રૂપિયાની રોકડ કબજે કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે




Latest News