બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીથી રાજકોટ રસ્તામાં ત્રિપાલ સવારી બાઇક સ્લીપ થતાં એકનું મોત: ગુનો નોંધાયો 


SHARE









મોરબીથી રાજકોટ રસ્તામાં ત્રિપાલ સવારી બાઇક સ્લીપ થતાં એકનું મોત: ગુનો નોંધાયો 

મોરબીમાં કામ કરતો અને રાજકોટના દૂધસાગર રોડ ઉપર રહેતો યુવાન મોરબીથી પોતાની દીકરી અને પરિવારજનોને મળવા માટે રાજકોટ જતો હતો દરમિયાન ધ્રુવ નગર ગામ પાસે ત્રિપલ સવારી બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તે બાઈકમાં બેઠેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઈજા થઇ હતી જે બનાવમાં સારવાર લીધા બાદ મૃતક યુવાનની સામે ઇજાગ્રસ્ત યુવાને ફરિયાદ નોંધાવતાં ટંકારા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે 

જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટના દૂધસાગર રોડ ઉપર રહેતા સન્નીભાઈ અરવિંદભાઈ સુરેલા (૨૬) નામનો યુવાન મોરબીમાં કામકાજ કરતો હતો અને તેને લેવા માટે રાજકોટથી પિયુષભાઈ હકાભાઇ નગવાડિયા (૧૭) અને વિશાલભાઈ બાબુભાઈ પરમાર (૨૨) રહે. બંને રેલનગર વાળા બાઇક લઈને મોરબી આવ્યા હતા અને ત્યારથી બુધવારે વહેલી સવારના સાડા ચારથી પાંચ વાગ્યાના અરસામાં મોરબીથી બાઇક લઈને રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ટંકારાના ધ્રુવનગર ગામ પાસે જીવા મામાની જગ્યાની સામેના ભાગમાં રોડ ઉપરથી ત્રિપલ સવારી બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં સન્ની અરવિંદભાઈ સુરેલા (૨૬) નામના યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને પિયુષ અને વિશાલને ઇજાઓ થઇ હોવાથી તે બંનેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવમાં હાલમાં વિશાલભાઈ બાબુભાઈ પરમારની ફરિયાદ લઈને પોલીસે મૃતક સન્ની અરવિંદભાઈ સુરેલાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News