બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના હિરાપર ગામે કલેકટર-ધારાસભ્યની હાજરીમાં રાત્રી સભા યોજાઈ


SHARE









ટંકારાના હિરાપર ગામે કલેકટર-ધારાસભ્યની હાજરીમાં રાત્રી સભા યોજાઈ

ટંકારાના હિરાપર ગામે કલેકટર જી.ટી. પંડ્યા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની હાજરીમાં  રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્નોનો તાકીદે નિકાલ કરવા સબંધિત વિભાગોને સૂચના અપાઈ હતી. અને ગ્રામજનોને સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખાસ કરીને સરકાર દ્વારા લોકો ઉપયોગી જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તેની માહિતી આપીને લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા. આ સભામાં સ્થળ ઉપર ઉપસ્થિત લોકોના પ્રશ્નો સાંભળી તેનું સમાધાન લાવવાની અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. વધુમાં ધારાસભ્ય દ્વારા આયુષમાન કાર્ડ, પ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દે લોકોને જાણકારી આપી હતી. આ સભામાં ડીડીઓ, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા પંચાયતના પ્રમુખ, ભાજપના આગેવાન પ્રભુભાઈ કામરીયા, ગામના સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News