બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં બિલાડીના ટોપની જેમ વધતો જતો ગેર કાયદેસર હોર્ડીંગનો ધંધો કોના ઈશારે..? : મહેશ રાજ્યગુરૂ


SHARE









મોરબીમાં બિલાડીના ટોપની જેમ વધતો જતો ગેર કાયદેસર હોર્ડીંગનો ધંધો કોના ઈશારે..? : મહેશ રાજ્યગુરૂ

મોરબી શહેરની એ ગ્રેડની કહેવાતી નગરપાલિકામાં વહીવટના નામે મીંડું છે.મોરબી શહેર આર્થિક રીતે સધ્ધર સીટી છે તેના કારણે મોરબી શહેરમાં ઠેરઠેર વેપારીઓ, કારખાનાઓ, શાળા-કોલેજો કે કલાસીસો, ધાર્મિક આયોજનો સહીતના જાહેરાતના હોર્ડિંગ બોર્ડ લગાવવામાં આવેલા જોવા મળે છે.

પરંતુ આ હોડિંગ મોરબી નગરપાલિકાની નિયત જગ્યા ઉપર લગાવવામાં આવેલ છે.ત્યારે શું આ બોર્ડનુ ભાડું મોરબી નગરપાલિકાને મળે છે ખરૂ ? પાલિકાના ચોપડે જાહેરાત બોર્ડની આવકના નામે ઝીરો છે..! કારણકે જ્યાં જ્યાં હોર્ડિંગ લગાવવામાં આવેલ છે તેની પાછળ ભાજપની સાથે સંકળાયેલા લોકો દ્વારા જ હોર્ડીંગ બોર્ડનો ધંધો કરવામાં આવી રહ્યો છે.તેવી ચર્ચા પ્રજામાં પણ ચાલી રહી છે.જો આ ચઈર્ચા સાચી હોય તો પાલિકાએ આવા ગેર કાયદેસર લાગેલા હોડિંગ બોર્ડ શા માટે હટાવતી નથી અને આવા ગેર કાયદેસર જગ્યા વાપરતા કોન્ટ્રાકટર સામે પગલાં કેમ ભરવામાં આવતા નથી..? કે પછી જીલ્લામાં વ્યાપ્ત હપ્તારાજની સીસ્ટમ અહીં પણ ચાલે છે ? જો નગરપાલિકાએ મોરબી શહેરમાં હોડીંગ બોર્ડ લગાવવાની મંજૂરી આપેલ હોય તો કેટલા રૂપિયામાં જગ્યાઓ ભાડે આપેલ છે અને કોને આપેલી છે..? તે જાહેર કરવું જોઈએ.મોરબી શહેરમાં આડેઘડ હોડિંગ બોર્ડ લગાવવાના કારણે લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે.ત્યારે મોરબી નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા આ બાબતની તપાસ કરીને ગેર કાયદેસર લાગેલા હોર્ડિગ બોર્ડ દૂર કરવાની કાર્યવાહી કરવી જોઇએ અથવા લાગેલા જાહેરાતના બોર્ડની જગ્યાના ભાડાની રકમ વસૂલવી જોઇએ.તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરૂએ કરેલ છે.




Latest News