મોરબી-રાજકોટ હાઇવે લજાઈ ચોકડી પાસે નજીવી વાતે સામસામે છરી વડે મારામારી : ત્રણ ઇજાગ્રસ્તો સારવારમાં
મોરબીમાં કાલે ૫૦૦થી વધારે યોગ સાધકો દ્વારા યોગ જાગરણ રેલીનું આયોજન
SHARE
મોરબીમાં કાલે ૫૦૦થી વધારે યોગ સાધકો દ્વારા યોગ જાગરણ રેલીનું આયોજન
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખુબજ મોટા પ્રમાણમાં અને સફળ રીતે કરવાના કાઉન્ટ ડાઉનનાં ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે.
લોકોમાં યોગ વિશે જાગૃતતા લાવવા તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાણકારી મળી રહે તે થકી લોકો યોગ સાથે જોડાય તેમજ યોગ કરતા થાય તેવા ઉમદા આશયથી કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર અને યોગ જાગરણ રેલીનું આયોજન તા.૨/૬/૨૦૨૩ શુક્રવારનાં રોજ સવારે ૬ થી ૮ કલાક દરમિયાન સનસિટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કુલની પાછળ, ઘુનડા રોડ, મોરબી ખાતે કરવામાં આવશે. યોગ જાગરણ રેલીમાં આશરે ૫૦૦થી વધારે યોગ સાધકો, શહેરીજનો, વિદ્યાર્થીઓ, ઉત્સાહભેર જોડાશે. યોગ જાગરણ રેલીનો રૂટ સનસિટી ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી, ક્રિષ્ના સ્કૂલ, ફ્લોરા ૧૫૮, રવાપર રેસીડેન્સી અને સનસીટી ગ્રાઉન્ડ પાસે સમાપન થશે. મોરબીવાસીઓને યોગ જાગરણ રેલીમાં જોડાવા અનુરોધ કરાયો છે. વધુ જાણકારી માટે યોગ બોર્ડના જિલ્લાનાં યોગ કો.ઓ. વાલજીભાઈ ડાભી (૯૫૮૬૨૮૨૫૨૭) નો સંપર્ક કરવા મોરબી જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.
ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. પ/૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, યુ. એન. મહેતા આટર્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકાકક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવાનુ રહેશે