બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી-રાજકોટ હાઇવે લજાઈ ચોકડી પાસે નજીવી વાતે સામસામે છરી વડે મારામારી : ત્રણ ઇજાગ્રસ્તો સારવારમાં


SHARE









મોરબી-રાજકોટ હાઇવે લજાઈ ચોકડી પાસે નજીવી વાતે સામસામે છરી વડે મારામારી : ત્રણ ઇજાગ્રસ્તો સારવારમાં

મોરબીના રાજકોટ હાઇવે ઉપર ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતી લજાઇ ચોકડી નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બેંને પક્ષોએથી સામસામે ઢીકાપાટુની મારામારી થઇ હતી જે દરમ્યાન છરી વડે એકબીજા ઉપર હુમલો કરવામાં આવતા ત્રણ ઇજાગ્રસ્તો પૈકી એકને મોરબી જ્યારે બેને રાજકોટ ખસેડાયા હોવાનું હાલ જાણવા મળેલ છે અને ટંકારા પોલીસે આ બનાવની આગળની તપાસ હાથ ધરેલ છે.

બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો તેમજ ટંકારા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રાજકોટ હાઇવે ઉપર લજાઇ ચોકડી પાસે મારામારીનો બનાવ બન્યો હતો અને તે દરમિયાન બંને પક્ષો તરફથી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો તે બનાવમાં શાહરૂખ બસીરભાઇ સંધિ (ઉંમર ૨૬) રહે સીરામીક સીટી લાલપર વાંકાનેર હાઇવે મોરબી-૨ વાળાને ઇજા પહોંચી હોય મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી બનાવ ટંકારા પોલીસ મથકની હદનો હોય ટંકારા પોલીસને જાણ કરી હતી જેથી કરીને ટંકારા પોલીસ મથકના શાહિદભાઈ સીદીકી દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.દરમિયાનમાં સામેવાળા ભાવેશ જાદવ (ઉંમર ૩૦) અને અલ્ફાઝ સલીમભાઇ ડોડીયા (ઉંમર ૨૮) રહે.બંને વીસીપરા મોરબી વાળાઓને પણ છરી વડે થયેલ હુમલા અને ઢીકાપાટપની મારામારીમાં ઈજા થતા બંને કાર લઈને વાંકાનેર જતા હતા ત્યારે રસ્તામાં રાતીદેવડી નજીક તેઓને કાર પલ્ટી મારી જતા સાગર અને અલ્ફાઝને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગેસના બાટલાની લેતી દેતી મુદ્દે થયેલ બોલાચાલી બાદ ઝઘડો થયો હતો અને તે બનાવમાં બંને પક્ષો તરફથી સામસામે ઢીકાપાટુની મારામારી અને બાદમાં છરી વડે હુમલો થયો હોય ત્રણ ઈસમોને ઈજા થઈ હતી અને હાલ ટંકારા પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ લેવાની આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના હળવદ તાલુકામાં આવેલ રાતાભેર ગામના મચ્છપરૂ વિસ્તારના રહેવાસી અતુલભાઇ મસરૂભાઈ કાંકરેચા નામના ૨૮ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા શહેરના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અતુલભાઇ બાઈક લઈને રાતાભેર ગામથી વાંકાનેરના ઓડ ગામ જતા હતા ત્યારે રસ્તામાં ડુંગરપુર ચોકડી નજીક તેઓના બાઈકને કોઈ કાર ચાલકે હેડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં તેમને ઇજા થયેલ હોય સારવારમાં ખસેડાયા હતા.જ્યારે ધાંગધ્રાના રહેવાસી અનવરખાન અલીખાન બ્લોચ નામના ૨૮ વર્ષનો યુવાન ધાંગધ્રા ખાતે બાઈક લઈને જતો હતો તે સમયે રસ્તામાં તે બાઈકમાંથી નિચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News