મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતો માટે જુદીજુદી સહાય યોજનાનો સોમવારથી પ્રારંભ: ખેડૂતોની કોઠાસુઝને સન્માનિત કરાશે


SHARE







મોરબી જીલ્લામાં ખેડૂતો માટે જુદીજુદી સહાય યોજનાનો સોમવારથી પ્રારંભ: ખેડૂતોની કોઠાસુઝને સન્માનિત કરાશે

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ સ્વીકારવામાં આવશે.

રાજ્યના ખેડુતોની સાથે મોરબી જિલ્લાના ખેડૂતો ખેતીવાડી ખાતાની આઇ ખેડૂત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનોટ્રેક્ટરપાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહનફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેકહાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ‌૦૫-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે થી ખેડૂત દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે.  

વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરીઅરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ ખેડૂત મિત્રોએ મોરબી ખેતીવાડી કચેરીએ મોકલવાના રહેશે. જેની નોંધ લેવા મોરબી જિલ્લાના સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.


ખેડૂતોની કોઠાસુઝને સન્માનિત કરાશે

કૃષિ ક્ષેત્રમાં અનેક ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો પોતાની આગવી કોઠાસુઝ અને સાહસવૃત્તિથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવામાં અને ઉત્પાદનમાં વધારો કરવામાં તેમજ નવીન તક્નીકો રજૂ કરવા માટે કાર્ય કરે છે. આવા પ્રગતીશીલ ખેડૂતોની આ કૃષિ ઉત્પાદનલક્ષી શોધખોળને પ્રોત્સાહન મળે અને તેમાં વધુ વેગ આવે તે માટે તેમના યોગદાનની કદરરૂપે કૃષિના વિકાસમાં તેમના ફાળાને બિરદાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર’ યોજના અમલમાં મુક્વામાં આવી છે. આ પુરસ્કાર મેળવવા ઇચ્છતા ખેડૂત ભાઇ-બહેનોએ નિયત કરેલ ઉમેદવારી પત્રકમાં અરજી કરી ગ્રામ સેવકવિસ્તરણ અધિકારીજિલ્લા ખેતીવાડી અધિકારીને ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૩ પહેલા મોકલી આપવાની રહેશે. આ માટેનું ફોર્મ https://dag.gujarat.gov.in/sardar-patel-agriculrure-research- awardguj.htm  વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેવું મોરબી જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારી વી. કે. ચૌહાણની યાદીમાં જણાવાયું છે.






Latest News