બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા માટે ICU સગવડ સાથેની એમ્બ્યુલન્સ દોડાવાશે


SHARE









ટંકારા તાલુકા માટે ICU સગવડ સાથેની એમ્બ્યુલન્સ દોડાવાશે

ટંકારા ખાતે પાટીદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે ડોક્ટર અને ICU સગવડ સાથેની એમ્બ્યુલન્સ દોડાવશે જેનું રવિવારે સાંજે લોકાર્પણએ પહેલા સવારે ફ્રી નિદાન કેમ્પનું ગિરીરાજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે શ્રી પાટીદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટંકારા તાલુકાના બિમાર અને જન્મ સાથે તાત્કાલિક સારવાર માટે ખસેડવા પડતા બાળકો માટે ફ્રી ICU ઓન વ્હીલ કાચની પેટી વેન્ટિલેટર અને ડોક્ટર સાથેની ફ્રી એમ્બ્યુલન્સનુ તા ૪ ને રવિવારે સાંજે ૫:૩૦ કલાકે કડવા પાટીદાર સમાજ ભવન કલ્યાણપર ખાતે અનેક નામાંકિત હસ્તિઓની હાજરીમાં કરવામાં આવશે. ત્યારે ટંકારા પાટીદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી ગીરીરાજ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક નિદાન કેમ્પનું લોકાર્પણના દિવસે  સવારે ૯ વાગ્યેથી ૧ કલાક સુધી બાલાજી કોમ્પ્લેક્ષ લતીપર ચોકડી ખાતે  આયોજન કર્યું છે જેમાં નામાંકિત ડોક્ટર વિના મૂલ્યે નિદાન અને દવા આપવામા આવશે આ ઉપરાંત છાતીમાં દુઃખાવો કે અન્ય બાબતોમાં સ્થાન પર ઈસીજી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા આવી છે. જેનો લાભ લેવા આયોજક મંડળ અને ટ્રસ્ટે અપિલ કરી છે.




Latest News