મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીની બે બેંકમાં દાખલો કઢાવવાની ફીમાં કરાયેલ ૧૦૦૦ ટકાનો વધારો પાછો ખેંચવા માંગ


SHARE







મોરબીની બે બેંકમાં દાખલો કઢાવવાની ફીમાં કરાયેલ ૧૦૦૦ ટકાનો વધારો પાછો ખેંચવા માંગ

મોરબી જીલ્લામાં બે બેંકમાં કોઈપણ દાખલો કાઢવવાની ફીમાં ૧૦૦૦ ટકાનો વધારો કરવામાં આવેલ છે.તે વધારો પાછો લેવામાં અને દાખલાઓ ફ્રીમાં કાઢી આપવા માંગ કરવામાં આવેલ છે.મોરબી જીલ્લામાં આવેલ મોરબી તાલુકા જમીન વિકાસ બેંક તથા માળિયા તાલુકા જમીન વિકાસ બેંકમાં ખેડૂતોને કોઈપણ બાબતનો દાખલો કઢાવવા માટે પહેલા ૧૦ રૂા. ફી લેવામાં આવતી હતી હાલમાં તેમાં ૧૦૦૦ ટકાનો વધારો કરીને ૧૦૦ રૂા. લેવામા આવી રહ્યો છે..! માટે અહીંના જાગૃત આગેવાન અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને આ ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરેલ છે.

આ ખેડૂતો સાથે અન્યાય છે.દેશના વડાપ્રધાન મોદીજી જયારે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે.ત્યારે મોરબીની આ બે બેંક ખેડૂતોની જાવક કેટલા ગણી કરવા માંગે છે..? જેથી સંસ્થાએ માંગણી કરેલ છે કે આ ફી વધારો પાછો ખેંચીને મફતમાં દાખલાઓ કાઢી આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.જો આવું કરવામાં નહી આવે તો, આ બંને તાલુકાના ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ ઉચ્ચારેલ છે.






Latest News