બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાએલ લોક દરબારમાં લુખ્ખાગીરી-દારૂડીયાના ત્રાસની રાવ


SHARE









મોરબી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાએલ લોક દરબારમાં લુખ્ખાગીરી-દારૂડીયાના ત્રાસની રાવ

મોરબી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાએલ લોક દરબારમાં સ્થાનીક લોકો દ્રારા લુખ્ખાગીરી-દારૂડીયાના ત્રાસની રાવ કરવામાં આવી હતી. રજૂઆતમાં રહેવાસીઓએ દારૂડીયાઓના ત્રાસ, ફુલસ્પીડે નીકળતા બાયકરનો ત્રાસને હલ કરવા તેમજ વીસીપરા વિસ્તારમાં સારી પોલીસ ચોકી આપવા તેમજ વિસ્તારમાં સીસીટીવી લગાવવા રજુઆત કરાઇ હતી.

મોરબી રણછોડનગરમાં આવેલ સાંઈબાબા મંદિર ખાતે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો જેમાં મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને સંબોધન કરતા જણાવ્યુ કે જીવનની સુરક્ષા માટે બાઈક પર હેલ્મેટ અચૂક પહેરો, દિવસે દિવસે વધી રહેલા સાયબર ક્રાઇમને ઘટાડવા માટે અજાણી એપ્લિકેશનનો ઉપયોગ ન કરો તેમજ કોઈને પણ ફોન પર તમારા બેંકની વિગતો ન આપો તેમજ જો કોઈ પણ પ્રકારના વ્યાજ વટાવના દૂષણમાં ફસાઈ ગયા હોય તો પોલીસની મદદ લઈ તેમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરો જેમાં પોલીસ તમામ જાતની મદદરૂપ થશે, ટ્રાફિકના નિયમોનું પાલન કરી ટ્રાફિક સમસ્યાથી દૂર રહો તેમજ જો નાના બાળકો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે તો અચૂક ધ્યાન રાખો કે કઈ પ્રકારની મોબાઇલમાં એક્ટિવિટી કરી રહ્યા છે કઈ પ્રકારની એપ્લિકેશનને વાપરી રહ્યા છે જેથી કરીને બાળકોમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓ તેમજ મોબાઇલને થતા ગેરલાભો કે બચી શકાય.

આ લોક દરબારની અંદર રણછોડનગર, શાંતિવન સોસાયટી, સુમરા સોસાયટી, વિજયનગર, ભીમરાવનગર, રોહીદાસ પરા, લાઇન્સનાગર સહિતના આજુબાજુના વિસ્તારના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ સમયે જાગૃત નાગરિકો દ્વારા આ વિસ્તારની અંદર ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ દારૂનું દુષણને ડામવા એસપીને રજૂઆત કરી હતી તેમજ વીસીપરા વિસ્તાર બહુ મોટો લાંબો હોવાથી વિસ્તારની મધ્યસ્થ પોલીસ ચોકી આપવાની પણ માંગ કરી હતી અને વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સીસીટીવી કેમેરા મુકવા પણ રજૂઆત કરી હતી તદઉપરાંત વિસ્તારમાંથી કુલ સ્પીડ જતા બાયકરને રોકવા માટે પણ પોલીસને જણાવવામાં આવ્યું હતું. તેમજ આ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ રોડ, પાણી, લાઈટ અને ભૂગર્ભ સમસ્યાઓની પણ ફરિયાદો કરેલ.આ લોક દરબારમાં જિલ્લા પોલીસવાડા રાહુલ ત્રિપાઠી સાથે બી ડિવિઝન પી.આઇ.દેકાવડિયા વીસીપરા બીટ જમાદાર વશરામભાઈ આહીર, હિતેશભાઈ મકવાણા તેમજ પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો




Latest News