માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે દીકરાએ ઠપકો આપતા પિતાએ કર્યો આપઘાત


SHARE







મોરબીના આમરણ ગામે દીકરાએ ઠપકો આપતા પિતાએ કર્યો આપઘાત

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા વૃદ્ધને તેના દીકરાએ રૂપિયાની લેતી દેતી બાબતે કોઈ પણ વ્યવહાર કરે તો તેને પૂછીને કરવા માટેનો ઠપકો આપ્યો હતો જેથી કરીને વૃદ્ધે પોતે પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ તેની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના આમરણ ગામે રહેતા શામજીભાઈ છગનભાઈ ગાંભવા (૫૮) એ પોતે પોતાના ઘરે હતા ત્યારે મોનોકોટો દવા પી લીધી હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેનો દીકરો પ્રકાશભાઈ શામજીભાઈ તેની ડેડબોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને મૃત જાહેર કરીને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે અને તેની સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, મૃતક વૃદ્ધને તેના દીકરાએ રૂપિયાની લેતી દેતી બાબતે કોઈ પણ વ્યવહાર કરે તો તેને પૂછીને કરવા માટેનો ઠપકો આપ્યો હતો જેથી કરીને વૃદ્ધે પોતે પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પીને આપઘાત કરેલ છે






Latest News