મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ સાથે કામ કરતો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો હોવાનું ખુલ્યું


SHARE







મોરબીમાં અગાઉ સાથે કામ કરતો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો હોવાનું ખુલ્યું

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે રહેતા અને મૂળ ટંકારાના સજનપર ગામના વતની પરિવારની દીકરીનું થોડા સમય પહેલા અપહરણ થયું હતું જે અંગે નોંધાયેલ ફરિયાદમાં હાલમાં તાલુકા પોલીસ દ્વારા મૂળ ઉત્તરપ્રદેશના શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના સજનપર ગામના રહેવાસી અને કામધંધા તેમજ મજૂરી કામે માટે મોરબીના રફાળેશ્વર ગામે રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરવયની દીકરીનું થોડા સમય પહેલા લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરવામાં આવ્યુ હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથક ખાતે નોંધાવવામાં આવી હતી જેની તપાસ તાલુકા પીઆઇ કે.એ.વાળા ચલાવી રહ્યા હોય અને તેઓએ કરેલી તપાસમાં ઉપરોક્ત બનાવના ગુનામાં આરોપી દિનેશ હરિલાલ દોહરી (ઉમર ૨૦) રહે.લખનપુર ગુલરીયા થાનુ ડબીયાપોર તા.જી.ઓરીયા ઉત્તરપ્રદેશની યુપી ખાતેથી અપહરણના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના પાડાપુલ પાસે આવેલ સર્કલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.આ બનાવમાં ભાવનાબેન નિલેશભાઈ પરમાર (ઉમર ૧૯) રહે.લાયન્સનગર વીસીપરા મોરબી વાળીને ઇજાઓ થતા સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા ગત મોડીરાત્રીના બારેક વાગ્યાના અરસામાંબનેલા આ બનાવમાં ભાવનાબેન પરમારને ઈજા થતા સારવારમાં ખસેડાયા હોય હાલ સીટી બી ડિવિઝન પોલીસ મથકના જે.જે ડાંગર દ્વારા નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

બાઇક સ્લીપ થતા ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે લખધીરપુર રોડ ઉપર આવેલ મારૂતિ માઈક્રો નામના કારખાના પાસે બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં કામ ઉપરથી પરત ઘરે જઈ રહેલા નારણભાઈ નાનજીભાઈ મુછડીયા (ઉંમર ૪૩) રહે.મોરબીને ઇજાઓ થતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો






Latest News