મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન


SHARE









વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન

વાંકાનેરમાં ગાયત્રી પરિવાર દ્વારા સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે તા ૪ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૦:૩૦ કલાક સુધીમાં સમૂહ વિદ્યારંભ સંસ્કારનો કાર્યક્રમ યોજાશે

આગામી શિક્ષણ સત્રનો પ્રારંભ થવાનો છે ત્યારે પોતાના બાળકને ભણવા બેસાડતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને માતા સરસ્વતી પૂજા તથા વિદ્યારંભની વિધિ વાંકાનેરમાં ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી શક્તિપીઠ ખાતે કરાવવામાં આવશે. તો દરેકને વાલીએ પોતાના બાળકોને આ સંસ્કાર માટે શક્તિપીઠ ખાતે સમયસર લઈને આવવા માટે અનુરોધ કરવામાં આવેલ છે આ તકે માતા-પિતા અને બાળકે હાજર રહેવાનું છે અને પૂજાપો ગાયત્રી શક્તિપીઠ તરફથી આપવામાં આવશે. આ વિધિમા આવવાના હોય તે વાલીને ૯૨૬૫૦ ૬૬૦૯૬ અને ૯૮૨૫૧ ૨૦૯૭૮ નંબર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે




Latest News