ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં હથિયાર સાથે ફેસબુકમાં ફોટો મૂકનારા શખ્સની ધરપકડ, એકની શોધખોળ


SHARE







મોરબીમાં હથિયાર સાથે ફેસબુકમાં ફોટો મૂકનારા શખ્સની ધરપકડ, એકની શોધખોળ

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતા શખ્સ પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં પણ હથિયાર સાથેનો ફોટો તેના ફેસબુક એકાઉન્ટમાં અપલોડ કર્યો હતો જેથી કરીને ફોટો અપલોડ કરનાર તથા પરવાના વાળું હથિયાર ફોટો પાડવા માટે આપનાર સહિત બે શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવામાં આવેલ છે અને તે પૈકીના એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નં-૧૧ માં રહેતા અને મજૂરી કામ કરતા રફીકભાઈ જુસબભાઇ મોવર જાતે મિયાણા (૩૭)એ પોતાના ફેસબુક એકાઉન્ટ રફીક મોવર ઉપર બંદૂક સાથેનો ફોટો અપલોડ કર્યો હતો અને તેની પાસે લાઇસન્સ કે હથિયાર પરવાનો ન હોવાની માહિતી સામે આવી હતી જેથી સમાજમાં ભય ઊભો કરવા માટે થઈને હથિયાર સાથેનો ફોટો તેણે ફેસબુકમાં અપલોડ કર્યો હોય પોલીસે હાલમાં ફેસબુકમાં ફોટો અપલોડ કરનાર રફિકભાઈ જુસબભાઈ મોવરની ધરપકડ કરેલ છે અને તેને બારબોરની બંદૂક ફોટો પાડવા માટે આપનાર હથિયાર પરવાનેદાર અલીમામદ જુમાભાઇ ચાવડા રહે. જુની માર્કેટ પાછળ કબ્રસ્તાન નજીક અંજાર વાળાની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News