મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી પિસ્તોલ-ચાર કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો


SHARE









માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી પિસ્તોલ-ચાર કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો

માળીયા મીયાણા હાઇવે ઉપર આવેલ અવધ ઓનેસ્ટ હોટલ ચેકપોસ્ટ પાસેથી સ્કૂટર લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને ચાર કાર્ટિસ મળી આવ્યા હતા જેથી પોલીસે હથિયાર તથા વાહન મળીને ૪૦,૪૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લા એસઓજીની ટીમ માળિયા નેશનલ હાઈવે ઉપર આવેલ અવધ હોટલ નજીકની ચેક પોસ્ટ પાસે વોચમાં હતી ત્યારે ત્યાંથી એક્સેસ સ્કૂટર લઈને નીકળેલા શખ્સને રોક્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને ૧૦૦૦૦ ની પિસ્તોલ અને ૪૦૦ ની કિંમતના ચાર કાર્ટિસ કબજે કર્યા હતા તેમજ સ્કૂટર મળીને ૪૦,૪૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી હાનિફ ઉર્ફે નંઢો મહમ્મદભાઈ જેડા જાતે મિયાણા (૩૫) રહે. કુબેર ટોકીઝ પાછળ કુબેર ધાર મફતીયા પરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપી પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં હાલમાં તપાસ શરૂ કરી છે




Latest News