મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના સખપર ગામે આકાશી વીજળી પડતાં મજૂર યુવાનનું મોત


SHARE









ટંકારાના સખપર ગામે આકાશી વીજળી પડતાં મજૂર યુવાનનું મોત

ટંકારા તાલુકાના સખપર ગામે ગઇકાલે સવારે ખેતરમાં મજૂર યુવાન ઉપર વિજળી પડી હતી જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે પડધરી ખસેડવામાં આવ્યો હતો ત્યાં મજુર યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી

ગઇકાલે સવારે મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારમાં છાંટા પણ પડ્યા હતા જો કે, ટંકારા તાલુકાનાં જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો અને ત્યારે વરસાદી ઝાપટામાં ભિજાવાથી બચવા માટે ટંકારા તાલુકાના સખપર ગામે હસમુખભાઇ રણછોડભાઇ કોરીંગાની વાડીએ ખેતરમાં મજૂરી કામ કરતો મૂળ દાહોદ જિલ્લાનો રહેવાસી બિપુલભાઇ સબિયાભાઇ હઠિલા જાતે અનુજનજાતિ (૨૦) પિપળના ઝાડ નીચે ઊભો હતો ત્યારે તેની ઉપર વિજળી પડી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પડધરી ખસેડવામાં આવ્યો હતો ત્યારે હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હટયો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News