મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આઇટીઆઇ સામે રહેતો શખ્સ ઘરમાંથી ૧ કિલો ૧૬૯ ગ્રામ ગાંજા સાથે ઝડપાયો


SHARE









મોરબીમાં આઇટીઆઇ સામે રહેતો શખ્સ ઘરમાંથી ૧ કિલો ૧૬૯ ગ્રામ ગાંજા સાથે ઝડપાયો

મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ આઇ.ટી.આઇ. સામે રહેતો શખ્સ તેની પાસે ગાંજો રાખીને વેચાણ કરતો હોવાની માહિતી એસઓજીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ૧ કિલો ૧૬૯ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી આરોપીની ધરપકડ કરીને પોલીસે તેની સામે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ જિલ્લામાં એન.ડી.પી.એસ. ડ્રાઇવ દરમ્યાન એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યા અને તેની ટીમ કામ કરી રહી છે ત્યારે આશીફભાઇ રહિમભાઇ ચાણકીયાને ખાનગી બાતમી મળેલ હતી કે, કાદરભાઇ નાનુભાઇ મુલતાની રહે. આઇ.ટી.આઇ. સામે ઘુંટુ રોડ મોરબી વાળો પોતાના કબજા ભોગવટા વાળા મકાનમા માદક પદાર્થ ગાંજો રાખીને તેનું વેચાણ કરે છે જેથી કરીને ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧ કિલો ૧૬૯ ગ્રામ મળી આવ્યો હતો જેથી કરીને ૧૧,૬૯૦ નો ગાંજો અને એક મોબાઇલ ફોન ૫૦૦૦ તેમજ રોકડા ૨૪૦૦ મળીને કુલ ૧૯,૦૯૦ ના મુદામાલ સાથે આરોપી કાદરભાઇ નાનુભાઇ મુલતાની જાતે પીજારા (૩૫) રહે. હાલ આઇ.ટી.આઇ. સામે ઘુંટ રોડ મોરબી મુળ દુધરેજરોડ ટીબી હોસ્પીટલ નજીક કામનાથ મહાદેવ મંદિરની પાછળ વઢવાણ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી કરીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવેલ છે આ કામગીરી એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.આર.કેસરીયા તથા એમ.એસ.અંસારી તેમજ રણજીતભાઇ બાવડા, રસીકકુમાર કડીવાર, ફારૂકભાઇ પટેલ, મુકેશભાઇ જોગરાજીયા, મહાવિરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ રાઉમા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ લોખિલ દ્વારા કરવામાં આવેલ છે




Latest News