મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક આથડતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : ખેતીની જમીનના ક૨ા૨ના વિશિષ્ટ પાલન અંગે ટંકારા કોર્ટનો ચુકાદો


SHARE









મોરબી : ખેતીની જમીનના ક૨ા૨ના વિશિષ્ટ પાલન અંગે ટંકારા કોર્ટનો ચુકાદો

મોરબીના જુના નાગડાવાસના સંજયભાઈ અમુભાઈ રાઠોડને જશુબેન મકનભાઈ ભોરણીયા વિગેરે સામે ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમના રે.સ.નં.૩૧૨ પૈકી-૨ ની જમીન હે.આરે.ચો.મી.૦-૭૨-૮૪ ની જમીન રજી.સૌદાખત અનુ.નં. ૧૧૩૬ તા.૪-૮-૨૦૨૦ થી થયેલ સોદાખત અનુસાર જમીનનો રજી.દસ્તાવજ ન કરી આપતા અને તે રીતે ક૨ા૨ના વિશિષ્ટ શરતોનું પાલન નહીં કરતા ટંકારા અદાલતમાં રે.દિ.મુ.નં.૫૦/૨૦૨૧ થી સંજયભાઈ અમુભાઈ રાઠોડે કરારના વિશિષ્ટ પાલન માટેનો દાવો દાખલ કરતા અને તેજ રીતે નેકનામ ગામના ૨ે.સ.નં.૩૧૩ પૈકી-૨ જમીન હે.આરે.ચો.મી.૦-૪૮-૫૬ ની જમીન રજી.સૌદાખત અનુ.નં. ૧૧૩૭ થી તા.૪-૮-૨૦૨૦ થી થયેલ સૌદાખત અનુસા૨ જમીનનો રજી. દસ્તાવેજ કરી નહી આપતા અને તે કરારની વિશિષ્ટ શરતોનું પાલન નહી કરતા ટંકારા અદાલતમાં ર.દિ.નં.૫૧/૨૦૨૧ થી ક૨ા૨ના વિશિષ્ટ પાલન માટેનો દાવો દાખલ કરતા અને તે બંને દાવાઓ ચાલી જતા ઉપરોકત બંન્ને દાવાઓમા ટંકારા સીવીલ અદાલતે તા.૩-૪-૨૩ ના રોજ કરેલ હુકમ અનુસાર પ્રતિવાદીઓએ રૂ.૭,૪૫,૦૦૦ તથા રૂ.૫,૮૫,૦૦૦ દાવા દાખલ થયાની તારીખથી ૭ ટકાના વ્યાજ સહીત વાદી સંજયભાઈ અમુભાઈ રાઠોડને ચુકવી આપવાનો હુકમ કરેલ.આ દાવામાં વાદીના વકીલ તરીકે મોરબીના ભાવેશ ડી.ફુલતરીયા અને રાજેશ જે.જોષી એડવોકેટ તરીકે રોકાયેલા હતા.




Latest News