મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

સેકાતો વિકાસ: મોરબીમાં બોરીયા પાટી સરકારી શાળાના વિદ્યાર્થીઓ પતરાના સેડ નીચે શિક્ષણ લેવા મજબૂર !


SHARE









સેકાતો વિકાસ: મોરબીમાં બોરીયા પાટી સરકારી શાળાના વિદ્યાર્થીઓ પતરાના સેડ નીચે શિક્ષણ લેવા મજબૂર !

સરકારી શાળામાં વિદ્યાર્થીઓને અધ્યતન સુવિધાઓ મળતી હોવાની વાતો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેરના વોર્ડ નંબર 12 માં આવેલ બોરીયા પાટી સરકારી શાળાના વિદ્યાર્થીઓ શાળાનું બિલ્ડીંગ ન હોવાથી હાલમાં પતરાના સેડ નીચે તડકામાં શિક્ષણ લેવા માટે થઈને મજબૂર બન્યા છે અને નવી શાળા ક્યારે બનશે તે અંગેની કોઈ માહિતી આચાર્ય કે જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારી પાસે નથી !

રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે આવતા બાળકોની સંખ્યામાં વધારો થાય તેમજ સરકારી શાળામાં અભ્યાસ માટે થઈને આવતા વિદ્યાર્થીઓને સારામાં સારી સુવિધા મળે તેના માટે લાખો અને કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે જોકે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે આવી જ પરિસ્થિતિ હાલમાં મોરબી શહેરના વોર્ડ નંબર 12 માં આવેલ બોરિયા પાટી વિસ્તારમાં જોવા મળી રહી છે ત્યાં વર્ષો જૂની બોરીયા પાટી પ્રાથમિક શાળા આવેલ છે આ શાળાના જર્જરીત બિલ્ડીંગ ને તોડી પાડવા માટે થઈને વર્ષ 2022માં હુકમ કરવામાં આવ્યો હતો

ત્યાર પછી પણ નવું બિલ્ડીંગ ક્યારે બનશે ?, કેવી રીતે બનશે ? અને કેટલા ખર્ચે બનશે ? તેની કોઈ માહિતી જાહેર કરવામાં આવી ન હતી જેથી કરીને શાળાના આચાર્ય દ્વારા એક વર્ષ કરતાં વધુ સમય સુધી જર્જરત બિલ્ડિંગમાં જ વિદ્યાર્થીઓને ભણાવવાની કામગીરી ચાલુ રાખી હતી જો કે, વર્ષ 2023 ના એપ્રિલ મહિનામાં આ જૂની જર્જરીત બિલ્ડીંગને તોડી પાડવામાં આવી છે પરંતુ અફસોસની વાત એ છે કે આજ દિવસ સુધી બોરીયા પાટી પ્રાથમિક શાળાની અંદર કેટલા રૂમ બનશે ? તેવું બિલ્ડીંગ કેવુ બનશે ?, કેટલા ના ખર્ચે બિલ્ડિંગ બનશે ? તેની કોઈ માહિતી શાળાના આચાર્ય કે પછી પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે નથી

એક બાજુ ઉનાળાની કાળજાળ ગરમી છે જેમાં પત્રના સેડ નીચે બેસીને વિદ્યાર્થીઓને હાલમાં શિક્ષણ મેળવવું પડે છે અને આગામી દિવસોમાં ચોમાસુ પણ સક્રિય થવાનું છે ત્યારે ચોમાસા દરમિયાન આ ખુલ્લા શેડમાં વિદ્યાર્થીઓ કેવી રીતે શિક્ષણ મેળવશે ? અને જો કોઈ અકસ્માતની ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ ? તે સહિતના પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે આટલું જ નહીં પરંતુ શાળાના આચાર્ય દ્વારા અવારનવાર બાંધકામ વિભાગમાં શાળાના નવા બિલ્ડિંગ માટે જાણ કરવામાં આવી છે તેમ છતાં પણ હજુ આ શાળાનું કામ ક્યારે શરૂ થશે ? ક્યારે પૂર્ણ થશે ? તેની કોઈ માહિતી કોઈ પાસે નથી જેથી કરીને વિદ્યાર્થીઓને પતરાના સેડ નીચે શિક્ષણ મેળવવું પડે તેના સિવાય બીજો કોઈ વિકલ્પ હાલના સંજોગોમાં દેખાતો નથી અને આ શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓની ઘોરબેદરકારી કહીએ તો તેમાં કોઈ શંકાને સ્થાન નથી




Latest News