મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર ફાયરિંગ કરવાના ગુનામાં 5 પૈકી 4 આરોપીની ધરપકડ મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના બાટલાની ચોરી કરનાર આરોપી 1.49 લાખના મુદામાલ સાથે પકડાયો મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી
Breaking news
Morbi Today

ટંકારામાં સરકારી દસ્તાવેજની કોપીના રૂપિયા પડાવનાર આરોપી મહેશ ગોપાણી ઝડપાયો


SHARE









ટંકારામાં સરકારી દસ્તાવેજની કોપીના રૂપિયા પડાવનાર આરોપી મહેશ ગોપાણી ઝડપાયો

ટંકારાના જબલપુર ગામના ખેડૂતને પોતાની જમીનના પંચરોજકામની કોપીની જરૂરિયાત હતી જેથી સરકારી કચેરીમાં જે ડોક્યુમેન્ટ ન મળ્યું તે વચેટીયાએ એક લાખ રૂપિયા અરજદારને આપ્યું હતું અને આ બાબત સામે આવ્યા પછી વચેટીયા મહેશ ગોપાણીની સામે ટંકારાના ઇન્ચાર્જ મામલતર દ્વારા ઠગાઇ અને વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવી હતી જેના આધારે ટંકારા પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

ટંકારા તાલુકામાં આવતા જબલપુર ગામે રહેતા પ્રવીણભાઈ ભીમજીભાઇ પરમારને તેની સાથણીમાં મળે જમીનના પંચરોજકામની જરૂર હતી જે ડોક્યુમેન્ટ મેળવવા નિયમ પ્રમાણે ટંકારા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી જોકે ટંકારા મામલતદાર કચેરીમાંથી તેને આખી ફાઇલ આપવામાં આવી પરંતુ તેમાં જરૂરી એવું પંચરોજકામ ન હતું જેથી તેનો જમીન વેચાણનો દસ્તાવેજ અટકે તેમ હતું દરમિયાન વચેટીયા દ્વારા પ્રવીણભાઈ ભીમજીભાઇ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એક લાખ રૂપિયા લઈને આ પંચરોજકામ આપવામાં આવ્યું હતું આ મામલે ટંકારાના ઇનચાર્જ મામલતદાર કે.ડી. બુસા  દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગત તા ૨૧/૫ ના રોજ મહેશ અવચરભાઈ ગોપાણી રહે. કલ્યાણપર વાળાની સામે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી હતી દરમ્યાન મહેશ અવચરભાઈ ગોપાણીના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી આગોતરા જામીન માટે અરજી મૂકવામાં આવી હતી જે આગોતરા જામીન માટેની અરજીને રદ કરવામાં આવી હતી ત્યારે બાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસે આરોપી મહેશ અવચરભાઈ ગોપાણી રહે. કલ્યાણપર વાળાની ધરપકડ કરેલ હતી અને તેને રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા ન હતા અને આરોપીએ જામીન અરજી મુક્તા તેને જમીન મુક્ત કરવામાં આવેલ છે






Latest News