મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જડેશ્વર મદિર બંન્ને પુજારીઓ લેન્ડ ગ્રેબીગના ગુનામાં જામીન મુક્ત


SHARE





























મોરબી જડેશ્વર મદિર બંન્ને પુજારીઓ લેન્ડ ગ્રેબીગના ગુનામાં જામીન મુક્ત

મોરબીમાં આવેલ જડેશ્વર મદિરના બે પુજારીઓ સામે થોડા સમય પહેલા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ પૂજરીઓના જામીન માટે સ્પે.લેન્ડ ગ્રેબિંગ કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી ત્યારે આરોપીના વકીલને દલીલને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીને જામીન મુકત કરવા માટે હુકમ કરેલ છે

મોરબી શહેરમાં આવેલ જડેશ્વર મહાદેવ સેવા મંડળના ટ્રસ્ટીઓ દ્રારા મંદિરની જમીન પચાવી પાડવા અંગે લેન્ડ ગ્રેબિંગ એકટ અધિનિયમ કલમ ૩,૪ (૨) (૩) ૫(સી) અન્વયે આરોપી હર્ષદગીરી ગોવિંદગીરી તથા રાજુગીરી ગોવિંદગીરી સામે જડેશ્વર મંદિર ટ્રસ્ટની જગ્યા પચાવી પાડવા અંગેની ફરીયાદ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી જે ફરીયાદ આધારે બંન્ને આરોપીઓ સામે ચાર્જશીટે દાખલ થયેલ હતું અને ચાર્જશીટના આધારે બંન્ને આરોપીઓ વતિ એડવોકેટ રાજેશ આર. જલુ તથા કાનજી એમ. ગરચર દ્રારા સ્પે.લેન્ડ ગ્રેબિંગ કોર્ટ સમક્ષ બંન્ને આરોપીના જામીન માટે અરજી કરેલ હતી અને હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ પણ ટાકેલ હતાં અને તેઓએ કરેલી દલીલોને ધ્યાને લઈને સ્પે. લેન્ડ ગ્રેબિંગ કોર્ટ દ્રારા બંન્ને આરોપીઓ જામીન મુકત કરવાનો હુકમ કરેલ હતો આ કામે બંને આરોપીઓના વકીલ તરીકે યુવા ધારાશાસ્ત્રી રાજેશ આર. જલુ તથા કાનજી એમ. ગરચર રોકાયેલ હતા.
















Latest News