મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીના વીરપર ગામે પતરૂ તૂટી જતાં રસ્સા સુકવવા ચડેલ મજુર નીચે પટકાતા મોત 


SHARE





મોરબીના વીરપર ગામે પતરૂ તૂટી જતાં રસ્સા સુકવવા ચડેલ મજુર નીચે પટકાતા મોત 

મોરબી નજીકના વીરપર ગામે આવેલ રસ્સા બનાવવાના કારખાનાની ઓરડીમાં રહેતા અને ત્યાં જ મજૂરી કામ કરતો મૂળ યુપીનો મજુર યુવાન વરસાદના લીધે પલડી ગયેલા રસ્સાને સુકવવા માટે ઓરડીના પતરા ઉપર ચડ્યો હતો અને પતરૂ તુટી જવાથી નીચે પડી જતા તેનું ગંભીર ઇજાઓ થવાથી મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલા ટંકારા તાલુકાના વીરપર ગામે જે.પી. રોક્સ એન્ડ ટ્વીન્સ નામના રસ્સા (દોરડા) બનાવવાના કારખાનામાં રહીને ત્યાં જ કામ કરતો અમરસિંગ મનરાખનસિંગ રાજપૂત (ઉમર ૨૯) નામનો મૂળ ઉત્તરપ્રદેશનો યુવાન વરસાદના લીધે પલડી ગયેલા રસ્સા(દોરડા)ઓને સૂકવવા માટે તે ઓરડીના પતરા ઉપર ચડયો હતો અને ત્યાં રસ્સા સુકવવાની કામગીરી કરતો હતો તે દરમિયાનમાં પતરૂ તૂટી પડતાં અમરસિંગ રાજપૂત નીચે પટકાયો હતો જેથી ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજતા ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જેથી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ હાથ ધરીને બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી. તપાસમાં ખૂલ્યું હતું કે મૃતક અમરસિંગ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી હતો અને હાલ મોરબી નજીકના વીરપર ગામે આવેલ જે.પી.રોક્સ એન્ડ ટવીન્સ નામના રસ્સા (દોરડા) બનાવવાના કારખાનામાં મજૂરી કામ કરતો હતો અને ત્યાં લેબર કવાટરમાં રહેતો હતો. વરસાદના લીધે પલડી ગયેલા રસ્સાઓને સૂકવવા માટે તે પતરા ઉપર ચડ્યો હતો અને તે દરમ્યાન પતરૂ તૂટી પડતાં નિચે પડી જવાથી તેનું મોત નીપજ્યું હતું. મૃતકને એક પુત્રી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

રીક્ષા પલ્ટી જતાં વૃદ્ધા ઇજાગ્રસ્ત

મોરબીના જુના જાંબુડીયા ગામે રહેતા રૈયાબેન લાલાભાઇ બાંભવા નામના ૬૦ વર્ષના વૃધ્ધા કામ સબબ વેણાસર ગયા હતા અને વેણાસરથી પરત જુના જાંબુડીયા આવવા માટે રિક્ષામાં બેસીને પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં અણિયારી ટોલનાકા પાસે રિક્ષા પલ્ટી મારી જતા રૈયાબેન બાંભાવાને ઇજાઓ થતાં તેઓને અહિંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે ભળીયાદ રોડ ઉપર આવેલ સાયન્સ કોલેજ નજરબાગ નજીક રહેતા બાલાભાઈ જેરામભાઈ વાઘાણી નામના ૫૫ વર્ષના આધેડ જુના ઘુંટુ રોડ ઉપરથી જતા હતા ત્યાં એકોર્ડ સિરામીક નજીક થયેલ વાહન અકસ્માતના બનાવમાં બાલાભાઈ વાઘાણીને ઇજાઓ થતાં તેમને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.




Latest News