મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વાવાઝોડાને ધ્યાને રાખીને જિલ્લા અને તાલુકા કક્ષાએ રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલરૂમ શરૂ


SHARE









મોરબી જીલ્લામાં વાવાઝોડાને ધ્યાને રાખીને જિલ્લા અને તાલુકા કક્ષાએ રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલરૂમ શરૂ

વાવાઝોડું બીપરજોય કચ્છના દરિયા આવશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે તેની અસર મોરબી જીલ્લામાં પણ થવાની છે જેથી કરીને જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવેલ છે અને અધિકારી તેમજ કર્મચારીઓને હેડ કવાર્ટર ન છોડવા માટેનો આદેશ કરી દેવામાં આવેલ છે તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર માટે અધિકારીઓને વિશેષ જવાબદારી પણ આપવામાં આવી છે

હવામાન વિભાગની વાવાઝોડાની આગાહીના પગલે મોરબી જીલ્લામાં જિલ્લા કક્ષાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ફરજ બજાવવા માટે મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આઈ.પી. મેર, હળવદ પ્રાંત અધિકારી એચ.કે. આચાર્ય, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, જિલ્લા આયોજન અધિકારી જીગ્નેશભાઈ બગીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, મોરબી જિલ્લા ઉધોગ કેન્દ્ર મેનેજર કે.વી.મોરી, કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન (પંચાયત), એ.એન. ચૌધરી વગેરેને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેવી જ રીતે માળીયા તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે  નાયબ મામલતદાર એચ.જી. મારવણીયા, બી.એમ.સોલંકી, જે.સી. પટેલ, પી.બી.ત્રિવેદી તથા ક્લાર્ક એસ.વાય. પડસુંબિયા, એસ.બી. મકવાણા, એન.ડી. પટેલ, બી.પી.પટેલ અને તલાટી સી.જે. વડસોલા, વી.એ. ઝાંટીયા, એલ.એસ.ઠાકર, આર.એન. સોલંકી, એલ.બી.સોઢીયા વગેરેને મૂકવામાં આવેલ છે અને વરસાદ પડે તો દર બે કલાકના વરસાદના આંકડા જિલ્લા કંટ્રોલરૂમમાં ચોકસાઈ પૂર્વક નોંધાવવા સૂચના આપવામાં આવી છે

ટંકારા મામલતદર કચેરી
હવામાન વિભાગ દ્વારા તા.૧૧ થી ૧૬ દરમિયાન બિપરજોય વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે. વાવાઝોડા સંદર્ભે તાલુકા કક્ષાનો ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યો છે. ટંકારા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કેતન સખિયાની અધ્યક્ષતામાં તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, પીએસઆઈ એચ.આર. હેરભા સહિતના કર્મચારીઓ  વગેરેને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમને ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરજ બજાવવા માટે જણાવ્યું છે. તેમજ પીજીવિસીએલની 4, ફોરેસ્ટની ર ટીમ સાધનો સાથે અને આર.એન્ડ.બી.ની એક ટીમ તૈયાર રાખવામા આવેલ છે સાથોસાથ તરવૈયા સહિતઓની યાદી પણ બનાવી લેવામાં આવેલ છે




Latest News