મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ખાડાના લીધે નીચે પટકાયેલ મહિલાને ટ્રકે હડફેટે લેતા ઇજા પામેલ મહિલાનું મોત


SHARE

















મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે તેની બાજુના રોડ પર ખાડો હતો તે ખાડામાંથી ડબલ સવારીમાં બાઇકને પસાર કરતા બાઈકમાં પાછળ બેઠેલ મહિલા નીચે પટકાતા તેની પાછળ આવી રહેલી ટ્રકે તેને અડફેટે લીધા હતા જેથી ઇજા પામેલા મહિલાને સાવરામાં લઇ ગયા હતા ત્યા મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાથી હાલમાં મૃતક મહિલાના પતિએ અજાણ્યા ટ્રક ચાલકની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં માટે આવેલ ઉમિયાનગરની અંદર રહેતા સવજીભાઈ ખીમજીભાઇ મુછડિયા (ઉંમર ૫૧) તેના પત્ની નીતાબેનને પોતાના બાઈકની પાછળ બેસાડીને મોરબીના શનાળા રોડ પર આવેલ ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજનું કામ ચાલુ છે ત્યાંથી પસાર થતા હતા ત્યારે રસ્તા વચ્ચે આવેલ ખાડામાંથી તેમણે બાઇકને પસાર કર્યું હતું ત્યારે બાઇકની પાછળ બેઠેલા નીતાબેન બાઇકમાંથી નીચે પડી ગયા હતા અને તેની પાછળથી આવી રહેલી ટ્રકે તેને અડફેટે લીધા હતા જેથી કરીને નીતાબેનને ગંભીર ઇજાઓ થઇ હતી માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે તેનું સારવારમાં મોત નિપજયું હતું જેથી કરીને હાલમાં સવજીભાઈ ખીમજીભાઇ મુછડિયાએ જીજે ૧૨ સિરીજના ટ્રક ચાલકની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે




Latest News