ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારા ખાતે આર્યવીર દળનો ૪૦ મો સ્થાપના દિવસ ઉજવાયો, આર્ય વીર દળના શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કરાયા


SHARE











ટંકારા ખાતે આર્યવીર દળનો ૪૦ મો સ્થાપના દિવસ ઉજવાયો, આર્ય વીર દળના શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કરાયા

ઋષિ જન્મભૂમિ ટંકારા સ્થિત આર્ય સમાજ ત્રણ હાટડી શેરી ટંકારા દ્વારા સંચાલિત આર્યવીર દળ ટંકારાનો ૪૦ મો સ્થાપના દિવસ ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો.જેમાં પૂજ્ય આચાર્ય અજયજી ઉપરાંત મુનિ સૂચીસદજી પૂર્વ નામ શિવદતજી પાંડે અને આચાર્ય રામદેવજી શાસ્ત્રીના મનનીય પ્રવચનો રહ્યા હતા. આર્યવીરોના અને આર્ય સમાજીઓના જીવનને શ્રેષ્ઠ બનાવવા પ્રેરક ઉદબોધનો કરાયા હતા.આ કાર્યક્રમ સવારે યજ્ઞથી શરૂ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ ઈશ્વર સ્તુતિનું એક ભજન કૈલાશબેન લો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતુ.આર્યવીર વીરાંગનાઓ દ્વારા એક સમૂહ ગીત રજૂ કર્યું હતુ. ત્યારબાદ આર્યવીરોને પોતાના જીવનમાં આર્યવીર દળમાં જોડાવાથી શું ફાયદો થયો તેના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ આર્યવીર દળના સ્થાપક શાખાના આર્યવીર અને રાજકોટના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બીપીનભાઈ ભીમાણી દ્વારા આર્યવીર દળ ટંકારાના ઇતિહાસને વાગોળવામાં આવ્યો.ઉપરાંત આર્યવીરોએ શિબીરમાં સફળતા પ્રાપ્ત કરેલી હતી તેવા તમામ શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ગત વાર્ષિક પરીક્ષાઓમાં ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરનાર આર્ય સદસ્ય પરિવારના આર્યવીરોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ લો પ્રાણજીવનભાઈ તરફથી આર્યવીર દળ ટંકારાના વિકાસ માટે રૂા.૧.૫૦ લાખનો આર્થિક સહયોગ પ્રાપ્ત થતાં તેમના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતુ.સાથેસાથે સવસાણી ધર્મદેવભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું જેમના દ્વારા ટાઇલ્સ ઉપર ઋષિમુનિઓના અને ક્રાંતિકારીઓના ચિત્રો નિઃશુલ્ક બનાવીને આર્ય સમાજને અર્પણ કરવામાં આવે છે.આ તકે ઉપસ્થિત ત્રણેય વિદ્વાન આચાર્ય મહાનુભાવો, મુનિઓ દ્વારા ખૂબ મનન્ય પ્રવચનો રહ્યા અને આર્યવીર દળ ટંકારા ના સંચાલક અશ્વિનભાઈ આંબલીયા દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ૪૫૦ વ્યક્તિઓ ઉપસ્થિતિ રહ્યા હતા.






Latest News