મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે નિતિનનગરમાંથી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સ ઝડપાયો, એકની શોધખોળ


SHARE









મોરબીના શનાળા પાસે નિતિનનગરમાંથી દારૂ ભરેલ કાર સાથે એક શખ્સ ઝડપાયો, એકની શોધખોળ

મોરબી નજીકના સનાળા ગામે આવેલ નીતિન નગરમાં દારૂની બોટલો ભરેલી કાર સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ, મોબાઈલ અને ગાડી મળીને ૧,૧૨,૧૫૦ નો મુદામાલ કબજે કરેલ છે અને તેની પાસેથી બીજા શખ્સનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ મોરબીના સનાળા ગામ પાસે હતી ત્યારે બાતમી મળી હતી કે, નીતિન નગરમાં રહેતો ઘનશ્યામસિંહ જાડેજા નામનો શખ્સ તેની સેન્ટ્રો કારની અંદર દારૂ રાખીને દારૂની બોટલોનું વેચાણ કરી રહ્યો છે જેથી પોલીસે મળેલ બાતમી વાળી ગાડી નંબર જીજે ૧ કેપી ૧૩૩૮ ને નીતિનનગર પાસે ચેક કરી હતી ત્યારે તે કારમાં બેઠેલ શખ્સનું નામ ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ કારને ચેક કરવામાં આવતા કારમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને સાત બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૧૧૫૦ ની કિંમતની દારૂની ૭ બોટલો તથા ૫૦૦૦૦ ની કાર તેમજ ૬૦ હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૧૨૧૫૦ ના મુદ્દામાલને કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા જાતે દરબાર (૨૭) રહે. નીતિનનગર સનાળા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી અજયસિંહ બળવંતસિંહ જાડેજા રહે. સનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News