મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાવાઝોડું મોરબી જિલ્લાને કેટલી અને કેવી અસર કરશે ? કેટલી ઝડપે પવન ફૂંકશે: કાલે ફેંસલો


SHARE







વાવાઝોડું મોરબી જિલ્લાને કેટલી અને કેવી અસર કરશે ? કેટલી ઝડપે પવન ફૂંકશે: કાલે ફેંસલો

મોરબીના નવલખી બંદર ઉપર લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને હાલમાં સંપૂર્ણ કામગીરી બંધ કરી દેવામાં આવી છે જોકે ત્યાં કરોડો રૂપિયાના કીમતી બાર્જ લાંગરવામાં આવ્યા છે તેમજ પોર્ટની જવાબદારી છે જેથી જરૂરિયાત મુજબના કર્મચારીઓને ત્યાં રાખવામાં આવ્યા છે જોકે તે સિવાય કોઈ પણ વ્યક્તિની પોર્ટમાં અવરજવર બંધ છે અને તા. ૧૪ ના બપોર સુધીમાં આ વાવાઝોડું મોરબી જિલ્લાની કેટલી અને અસર કરશે તેમજ કેટલી ઝડપે પવન ફૂંકશે તેની સ્પષ્ટતા થઈ શકશે તેવું મોરબી નવલખી પોર્ટના પોસ્ટ ઓફિસર પાસેથી જાણવા મળ્યું છે

છેલ્લા ઘણા દિવસોથી બીપરજોય વાવાઝોડું મોરબી સહિત ગુજરાતના છ જિલ્લાઓને ઘમરોડશે તે પ્રકારની આગાહીઓ કરવામાં આવી રહી છે અને જેમ જેમ દિવસ આગળ વધતા જાય છે તેમ તેમ તેની દિશા બદલાતી હોય તેની સ્પીડ વધતી ઘટતી હોય તેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર, બંદર વિભાગ અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લામાં આવતા નવલખી બંદરના ઇન્ચાર્જ પોર્ટ ઓફિસર બી.એન. લાડવા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, હાલમાં નવલખી પોર્ટ ઉપર તમામ પ્રકારની કામગીરી ૧૦ નંબરનું સિગ્નલ લાગ્યું ત્યારથી બંધ કરી દેવામાં આવી છે જોકે કરોડો રૂપિયાના કિંમતી બાર્જ ત્યાં મૂકવામાં  આવેલ છે તેમજ પોર્ટની કામગીરી હોય છે તેના માટે થઈને જરૂરિયાત મુજબના કર્મચારીઓને ત્યાં રાખવામાં આવ્યા છે અને તેના રહેવા તેમજ ખાવા સહિતની તમામ વ્યવસ્થાઓ તેને પહોંચાડી દેવામાં આવી છે સાથોસાથ તારીખ ૧૪ ના બપોર સુધીમાં આ વાવાઝોડાની દિશા ચોક્કસ નક્કી થઈ જશે અને ત્યારબાદ મોરબી જિલ્લાના નવલખી બંદરને અથવા તો મોરબી પંથકને કેટલું નુકસાન વાવાઝોડું કરશે ? કેવી પવનની ઝડપ રહેશે ? તેની સ્પષ્ટતા થઈ શકશે એટલે કે આગામી ૨૪ કલાક બાદ આ વાવાઝોડું મોરબીને કઈ રીતે નુકસાન કરી શકે છે તેનો અંદાજ આવી શકે તેમ છે જો કે હાલમાં સાવચેતીના ભાગરૂપે જે પગલાં લેવાના થાય છે તે તમામ પગલાં બંદર વિભાગ દ્વારા વહીવટી તંત્રની સાથે રહીને લેવામાં આવેલ છે






Latest News