મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

માળિયા (મી) નજીક બાઇક સ્લીપ થઈને ડિવાઈડર સાથે અથડાતાં યુવાનનું મોત


SHARE









માળિયા (મી) નજીક બાઇક સ્લીપ થઈને ડિવાઈડર સાથે અથડાતાં યુવાનનું મોત

માળિયા કચ્છ હાઇવે ઉપર આવેલ દેવસોલ્ટ પાસેથી પસાર થઈ રહેલ બાઈક સ્લીપ થઈ જતા બાઇક ચાલકનું બાઇક ડિવાઈડર સાથે અથડાયું હતું જેથી તેને માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં માળીયા પોલીસે ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં સ્મશાન ગૃહની બાજુમાં આવેલ રમેશ કોટન મિલની સામે રહેતા ધર્મગુરુ ગુલામહુસેન અબ્દુલકાદર સૈયદ જાતે મુસ્લિમ (૩૮)એ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર રફિકભાઈ હુસેનભાઇ જેડા જાતે મિયાણા (૩૯) રહે. રમેશ કોટન મિલની સામે વીસીપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મૃતક રફિકભાઈ હુસેનભાઇ જેડા પોતાનું બાઈક લઈને માળિયા કચ્છ હાઇવે ઉપર આવેલ દેવ સોલ્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને ડિવાઈડર સાથે અથડાતા મૃતક યુવાનને માથામાં ગંભીર ઈજા થવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી હાલમાં પોલીસે આ બનાવમાં ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News