મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ


SHARE









મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ

મોરબી નજીક આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે સીએનજીના પંપ પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં મોપેડને ટ્રકના ચાલકે હડફેટે લેતા કોળી વૃદ્ધનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના દેરાળા ગામના રહેવાસી લક્ષ્મણભાઈ ટીડાભાઇ ગણેશિયા જાતે કોળી (ઉમર ૭૫) મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી સીએનજી પંપ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના મોપેડને ટ્રક નંબર આરજે ૬ જીસી ૦૯૭૨ ના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં લક્ષ્મણભાઈ ગણેશિયાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં મૃતકના દીકરા ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ ગણેશિયા જાતે કોળી (૫૦) રહે.શિવમ હોસ્પિટલ પાછળ મોરબી વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા અમીનાબેન ઈસ્માઈલભાઈ કોંઢીયા નામના ૮૧ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજા પામતા તેમને સારવાર માટે અત્રે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમા ઈજા

મોરબીના લીલાપર રોડ ઉપર થયેલી મારામારીના બનાવમાં ઇજા થતા મનોજભાઈ નાગજીભાઈ ગોહેલ (ઉમર ૬૪) રહે.મોરબી વાળાને ઇજાઓ પહોંચતા તેમને અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા




Latest News