મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા જૂની પેન્શન ચાલુ કરવા રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને રજૂઆત


SHARE







મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા જૂની પેન્શન ચાલુ કરવા રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને રજૂઆત

રાજ્યમાં નવી વર્ધિત પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુન: ચાલુ કરવા તેમજ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ.એકાઉન્ટ ટ્રાન્સફર કરવા બાબતે મોરબી અને માળિયા તાલુકાના પ્રાથમિક  શિક્ષકો દ્વારા રાજ્યના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઈ આર.હુંબલની આગેવાની હેઠળ મોરબી અને માળિયા (મિ.) તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ અન્યો રાજ્યોની જેમ આપણા ગુજરાત રાજ્યમાં પણ નવી વર્ધિત પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજનાનો પુન: સ્વીકાર થાય તે માટે મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય અને શ્રમ, રોજગાર, ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાને આવેદનપત્ર પાઠવ્યું હતી અને નવી પેન્શન યોજના કર્મચારીઓ માટે સામાજીક અને કૌટુંબિક બાબતે આર્થિક રીતે અસુરક્ષા આપનારી હોય દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ નવી વર્ધિત પેન્શન યોજના રદ કરી તાત્કાલિક  ધોરણે જૂની પેન્શન યોજના શરૂ કરે તે માટેની  રજુઆત કરવામાં આવી હતી સાથે સાથે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ.એકાઉન્ટ  મૂળ રાજકોટ જિલ્લામાંથી નવરચિત મોરબી જિલ્લામાં તાત્કાલિક ધોરણે તબદીલ થાય અને શિક્ષકોની જી.પી.એફ.અંગેની મુશ્કેલીઓ દૂર થાય તે માટે પણ રજુઆત કરવામાં આવી હતી આ તકે દિનેશભાઈ આર.હુંબલ, મણીલાલ વી. સરડવા, ધીરૂભાઇ જાકાસણીયા, અશ્વિનભાઈ આર.દલસાણીયા, હસુભાઈ વરસડાહર્ષદભાઈ ટી.પટેલ તેમજ મોરબી અને માળિયા તાલુકાના શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.






Latest News