મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

હળવદના પ્રતાપગઢ ગામના યુવાનને વ્યાજખોરે મારી નાંખવાની ધમકી આપતા યુવાને અંતિમ પગલુ ભર્યુ


SHARE







હળવદના પ્રતાપગઢ ગામના યુવાનને વ્યાજખોરે મારી નાંખવાની ધમકી આપતા યુવાને અંતિમ પગલુ ભર્યુ

હળવદ તાલુકાના મયૂરનગર ગામે યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી મૃતક યુવાનના ભાઈએ હાલમાં સુરવદર ગામના રહેવાસી વ્યાજખોરની સામે તેના ભાઈને મારવા માટે મજબૂર કર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ તેના ઘરે આવીને વ્યાજે આપેલા બે લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને તું રૂપિયા આપી શકે તેમ લાગતું નથી જેથી તું તારી જમીનનો દસ્તાવેજ મારા નામે કરી દે અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હતી જેથી ફરિયાદીના ભાઈએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે માટે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા હિતેશભાઈ લાભુભાઈ ભોજવિયા જાતે કોળી (૨૨) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બચુભાઈ રાયધનભાઈ આહીર રહે. સુરવદર તા.હળવદની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા ૨૩/૫/૨૩ ના રોજ તેના ભાઈ ઉમેશભાઈ લાભુભાઈ ભોજવિયા (૩૭) એ મયુરનગર ગામે તેના ફુવા કાળુભાઈ સનાભાઇ દેગામાની વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જોકે તેને આપઘાત કર્યો તેના આગલા દિવસે આરોપી બચુભાઈ આહિર તેઓના ઘરે આવ્યા હતા અને ત્યારે તેના પિતા, આપઘાત કરી લેનાર તેનો ભાઈ ઉમેશભાઈ તેમજ ઉમેશભાઈના પત્ની ગીતાબેન તથા ફરિયાદી સહિતના ત્યાં હાજર હતા ત્યારે આરોપી બચુભાઈએ તેના ભાઈ ઉમેશને તું વ્યાજ કે મુદ્દલના બે લાખ રૂપિયા ચૂકવી શકે તેમ નથી લાગતું તો તું તારી જમીનનો દસ્તાવેજ મારા નામે કરી આપ તે પ્રકારે ધમકી આવતી હતી ત્યારે ઉમેશભાઈએ અને ફરિયાદી યુવાને તથા તેના પિતાએ આરોપીને થોડો સમય આપવા માટે થઈને કહ્યું હતું અને ત્યારબાદ બપોરના ચારેક વાગ્યાના અરસામાં ફરી બચુભાઈ આહીરનો ફરિયાદીના પિતાના મોબાઈલ ફોન ઉપર ફોન આવ્યો હતો અને તમારા દીકરા ઉમેશને કહો કે બપોરે હું કહી ગયો હતો તે રૂપિયાની શું વ્યવસ્થા કરી છે ?” જેથી કરીને ફરિયાદીના પિતાએ તમારા રૂપિયાની વ્યવસ્થા થોડા દિવસમાં કરી આપશે તેવું કહ્યું હતું ત્યારે આરોપીએ રૂપિયા તો આપવા જ પડશે નહીં તો જાનથી તેને મારી નાખીશું તેવું ફોન ઉપર કહ્યું હતું અને વારંવાર આ રીતે પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી કરીને ફરિયાદીના ભાઈએ કંટાળી જઈને તેના ફુવાની વાડીએ જઈને ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે વ્યાજ અને મુદ્દલની પઠાણી ઉઘરાણી કરનારા શખ્સની સામે આઇપીસી કલમ ૩૦૬, ૫૦૭ ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ-૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨(ડી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે






Latest News