મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ડાયાબિટીસ, બીપી ચેકઅપ કેમ્પ યોજાયો


SHARE







મોરબી લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ડાયાબિટીસ, બીપી ચેકઅપ કેમ્પ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા કોરોના મહામારી અંતર્ગત સમયની પરિસ્થિતિને ધ્યાને રાખી મોરબી શહેરમાં લોકોના આરોગ્ય જતન કાર્ય અંતર્ગત લોક જાગૃતિ અભિયાન રૂપે ડાયાબિટીસ બીપી તપાસણી કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે અને અગાઉ ચિત્રકૂટ સોસાયટી ખાતે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને ગઇકાલે ગ્રીન ચોક ખાતે લોકોના આરોગ્ય અંતર્ગત કાળજીપૂર્વક સોશિયલ ડિસ્ટન્સ સાથે ડાયાબિટીસ બીપી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ૨૦૦થી વધુ વ્યક્તિઓએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા વોર્ડ ૧થી ૧૩ માં સતત પરિસ્થિતિને ધ્યાને રાખી લોકોના આરોગ્ય અંતર્ગત લોક જાગૃતિ અભિયાનમાં ડાયાબિટીસ બીપી તપાસણી કેમ્પ શરૂ કરેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ડોક્ટર પ્રયસ પંડ્યા, તુષાર દફ્તરી (જોન ચેરમેન) જયદીપ બારા, ડૉ. જયેશ પટેલ, દિનેશ વીડજા, રમણીકભાઈ ચંડીભમર, વિરેન્દ્ર પાટડીયા, મનીષ પારેખ, હુસેન ભારમલ, વિક્રમ દફ્તરી, આર.એસ મેવાડા, કે.વી.ભાગીયા, અભિષેક મણિયાર સહિત લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ  સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી આ તકે સ્થાનિક ચૂંટાયેલ સભ્યો કમલભાઇ દેસાઈ, સીતાબા અનોપસિંહ જાડેજા, કેતન રાણપરા, દર્શનાબેન નલિનભાઈ ભટ્ટ ત્યાં હજાર રહ્યા હતા






Latest News