મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીની લજાઈ ચોકડી પાસે ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બે ને ઇજા


SHARE









મોરબીની લજાઈ ચોકડી પાસે ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બે ને ઇજા

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ચોકડી પાસે એટોપ નજીક ડબલ સવારી બાઇકને નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બે વ્યક્તિઓને ઈજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તે બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હાલમાં સારવાર લીધા બાદ યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા ધાર્મિકભાઈ મનહરભાઈ ઢેઢી જાતે પટેલ (૧૯)એ હાલમાં અજાણ્યા નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઇ ચોકડી પાસે એટોપના કારખાના પાસે ડિવાઈડરની કટમાં ટાટા કંપનીના નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પર મધુવન હોટલ તરફ જવાના રસ્તા ઉપર જઈ રહેલ ધાર્મિકભાઈના ડબલ સવારી બાઈકની સાથે અથડાવ્યું હતું જેથી કરીને ધાર્મિકભાઈ તથા તેની સાથે બાઈક ઉપર બેઠેલા વ્યક્તિને ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હતી જેથી તે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર ગીતા મીલ પાસે રહેતા જયેશ કિશોરભાઈ પંચાસરા નામના ૧૮ વર્ષના યુવાનને અકસ્માત બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલ લાવવામાં આવ્યો હતો અને પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.તેમાં ખુલ્યુ હતું કે જયેશ પંચાસરા બાઇક લઈને રફાળેશ્વર કેનાલ રોડ પાસેથી જતો હતો ત્યારે કોઈ ટ્રક ચાલકે તેના બાઈક સાથે વાહન અથડાવતા તેને ઈજા પહોંચી હતી આ અંગે તાલુકા પોલીસ મથકના જે.પી.વસિયાણી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પ્રિયાલસિંગ વજુભા પરમાર નામના ૨૫ વર્ષના યુવાનને ઘુંટુ ગામ પાસે આવેલ રામકો સોસાયટી પાસે મારામારીના બનાવમાં ઇજા પહોંચતા સંદીપસિંહ દ્વારા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જે અંગે હાલ પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં

મોરબીના મોટીવાવડી ગામે સિમ વિસ્તારમાંથી જઈ રહેલા સાહીન સુનિલભાઈ પંડિત નામના યુવાનને પગપાળા જતા સમયે કોઈ અજાણ્યુ જનાવર જમણા પગે કરડી જતા તેને સારવાર માટે ખસેડાયો હતો.




Latest News