મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને માથામાં લોઢી મારનાર તેની પત્નીની ધરપકડ


SHARE









મોરબીમાં યુવાનને માથામાં લોઢી મારનાર તેની પત્નીની ધરપકડ

મોરબી નજીકના સનાળા ગામે વણકરવાસમાં રહેતા યુવાને તેની પત્નીએ લોઢી વડે માથામાં માર માર્યો હતો અને ગાળો આપી હતી તેમજ જમણા હાથના અંગૂઠામાં બચકુ ભરી લીધું હતું જેથી યુવાને સારવાર લીધા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની પત્ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે આવેલ વણકરવાસ વિસ્તારમાં રહેતા નારણભાઈ રામજીભાઈ સોલંકી (૩૩) એ તેની પત્ની સીતાબેન નારણભાઈ સોલંકીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તેની પત્ની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારે તેની પત્નીએ તેના હાથમાં રહેલ રોટલી બનાવવા માટેની લોખંડની લોઢી તેના માથાના જમણા ભાગમાં મારી હતી અને તેને ગાળો આપીને જમણા હાથના અંગૂઠામાં બટકું ભરી લીધું હતું જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાની પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી મહિલા સીતાબેન નારણભાઈ સોલંકીની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ એ.જે. મિનરલ નામના કારખાના સામેથી રસ્તા ઉપરથી મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા મુકેશભાઈ કરસનભાઈ ભાલોડીયા પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેઓ બાઈક સહિત રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી મુકેશભાઈ ભાલોડીયાને જમણા ખભામાં તથા માથામાં ઇજા થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે




Latest News