મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે ચેક રીર્ટન કેસમાં આરોપીને સજા-પાંચ લાખનો દંડ ફટકાર્યો


SHARE









મોરબીની કોર્ટે ચેક રીર્ટન કેસમાં આરોપીને સજા-પાંચ લાખનો દંડ ફટકાર્યો

મોરબીમાં મિત્ર પાસેથી હાથ ઉછીના વગર વ્યાજે રૂપિયા અઢી લાખ લીધા પછી પાછા નહિ આપનારા શખ્સની સામે ચેક રિટર્નનો કેસ કરવામાં આવ્યો હતો જેમાં આરોપીને કોર્ટે એક વર્ષની સજા અને પાંચ લાખનો દંડ કરેલ છે

આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી તથા આરોપી વચ્ચે મિત્રતાનો સંબંધ છે. જેથી આરોપીને અને ફરીયાદીને સારા સંબંધ હોય આજથી આશરે એકાદ વર્ષ પહેલા ૨,૫૦,૦૦૦ ફરિયાદીએ હાથ ઉછીના વગર વ્યાજે આરોપીને આપ્યા હતા અને એક માસમા પરત આપી દેવાના હતા જો કે, ફરીયાદીએ આરોપી પાસે રકમ પરત માંગી હતી ત્યારે આરોપીએ ફરીયાદીને રકમ પરત કરેલ ન હતી જેથી કરીને ફરીયાદીએ આરોપીને પોલીસ ફરીયાદ કરવાનુ કહ્યું હતું જેથી કરીને આરોપીએ ફરીયાદીને બેંકનો ૨,૫૦,૦૦૦ નો ચેક સહી કરી આપેલ હતી જે ફરીયાદીએ એચ.ડી.એફ.સી. બેંકમાં જમા કરાવતા "ફન્ડ ઈનસફીસીયન્ટ" ના શેરા સાથે તે ચેક પરત આવ્યો હતો જેથી ફરીયાદીએ આરોપીને ચેક રીટર્ન થયાની જાણ કરેલ હતી તો પણ ફરીયાદીને તેની રકમ આપી ન હતી જેથી ફરીયાદીએ આરોપી વિરુધ્ધ ભારતીય વટાઉખત અધિનિયમની કલમ- ૧૩૮ મુજબ ન્યાયીક કાર્યવાહી અર્થે તેમના વકીલ રમેશભાઈ સી. ચાવડા તથા વકીલ જે.ડી. સોલંકી મારફત મોરબી કોર્ટમાં ફરીયાદ કરેલ હતી.

આ કેસ મોરબીના મહે. એડી. ચીફ જયુડી. મેજી. સાહેબની કોર્ટમાં ચાલતા આરોપી વીરુધ્ધ સમન્સ ઈસ્યુ કરેલ છતા આરોપી કોર્ટમાં હાજર ન રહેતા આરોપી વીરુધ્ધ અંતે ધરપકડ વોરંટ ઈસ્યુ કરાતા આરોપી કોર્ટમાં હાજર રહેલ અને ફરીથી ગેરહાજર રહેતા આરોપી વીરુદ્ધ કોર્ટ દ્વારા વોરંટ ઈસ્યુ કરેલ છતા પણ આરોપી કોર્ટમાં હાજર રહેલ ન હોય તેમજ ફરીયાદ પક્ષના પુરાવા દરમ્યાન આરોપી ગેરહાજર રહેલ છે. જેથી આરોપીની ગેરહાજરીમાં કોર્ટ કાર્યવાહી આગળ ચલાવેલ અને ફરીયાદ પક્ષનો પુરાવો નોંધેલ બાદમાં ફરીયાદ પક્ષ દ્વારા કરવામાં આવેલ તમામ દલીલ માન્ય રાખીને સાધનીક રેકર્ડ વંચાણે લઈ આરોપી નિતીનભાઈ ડાયાભાઈ કાવરને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧ ની કલમઃ-૧૩૮ ના ગુન્હામાં તકસીરવાન ઠરાવીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની બાકી નીકળતી રકમ ૨,૫૦,૦૦૦ ની ડબલ રકમ ૫,૦૦,૦૦૦/- ચૂકવવાનો દંડ ફટકારેલ છે અને દંડમાંથી ફરીયાદીને ફરીયાદવાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ સહીત ચુકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી આરોપીએ વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે




Latest News