મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં એમ્પાયર-૩૬ કોમ્પ્લેક્સની ઓફિસમાંથી દારૂની મોંઘીદાટ ૭ બોટલ સાથે આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં એમ્પાયર-૩૬ કોમ્પ્લેક્સની ઓફિસમાંથી દારૂની મોંઘીદાટ ૭ બોટલ સાથે આરોપીની ધરપકડ

મોરબીની માળિયા ચોકડી પાસેથી માળીયા હાઇવે તરફ આગળ જતા આવેલ એમ્પાયર ૩૬ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ ૨૧૧ નંબરની ઓફિસમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને સાત બોટલો મળી આવી હોય પોલીસે ૧૨ હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી છે

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તે ટીમને મળેલ બાતમી આધારે માળિયા ચોકડીથી નેશનલ હાઇવે તરફ જવાના રસ્તા ઉપર આવતા એમ્પાયર ૩૬ કોમ્પ્લેક્સમાં બીજા માળે ૨૧૧ નંબરની ઓફિસ સુભાષભાઈ હસમુખભાઈ પટેલની આવેલ છે ત્યાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની જુદી જુદી બ્રાન્ડની મોંઘીદાટ સાત બોટલો મળી આવી હોય પોલીસે સ્થળ ઉપરથી ૧૨ હજાર રૂપિયાની કિંમતની દારૂની સાત બોટલો કબજે કરી હતી અને આરોપી સુભાષભાઈ હસમુખભાઈ પટેલ (૩૩) રહે. દલવાડી સર્કલ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

ત્રણ બોટલ દારૂ

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૯૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી વિવેક કિશોરભાઈ ધોળકિયા જાતે કોળી (૨૦) રહે. વરિયાનગર સોઓરડી મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News