મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના સરકારી શાળામાં પાઠ્ય પુસ્તકો સમયસર અને પગાર સીધો ગાંધીનગરથી કરવા સહિતની રાજ્ય કારોબારીમાં રજુઆત


SHARE













મોરબી જિલ્લાના સરકારી શાળામાં પાઠ્ય પુસ્તકો સમયસર અને પગાર સીધો ગાંધીનગરથી કરવા સહિતની રાજ્ય કારોબારીમાં રજુઆત

ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યના શિક્ષકોની કારોબારી સમિતિની બેઠકમાં મોરબી જિલ્લાના શિક્ષકો દ્વારા જુદાજુદા ૨૪ પ્રશ્નોને રજૂ કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને પગાર આવવામાં દર મહિને વિલંબ થાય છે માટે પગાર સીધો જ ગાંધીનગરથી શિક્ષકોના ખાતામાં કરવામાં આવે અને  સરકારી શાળાના આચાર્યોની પાસે ઓનલાઈન કામગીરી ઓછી કરાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે

ગાંધીનગર ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકો દ્વારા ૨૪ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા બાબત, વર્ષ- ૨૦૦૫ પહેલાના શિક્ષકો માટે OPS નો ઠરાવ કરાવવા બાબત, જે પણ જિલ્લામાં જિલ્લાફેર માટે જે પણ વિષય/અગ્રતા મુજબ પ્રતીક્ષાયાદી છે તે આ જિલ્લા ફેર કેમ્પમાં પૂર્ણ થાય અને સામાન્ય/અગ્રતા મુજબ જે પણ જગ્યા ખાલી રહે તે ભરવા માટે આ કેમ્પ આ વર્ષમાં તે જિલ્લામાં ઓનલાઇન જિલ્લાફેર કેમ્પ કરવા માટે ભારપૂર્વક રજુઆત કરશો, પગાર ગાંધીનગરથી જ સીધો ઓનલાઈન કરવા, બી.એલ.ઓ.જેવી બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવા, ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ, આધાર ડાયસ, ડાયસ+ માં અવારનવાર જાતજાતના સુધારા થતા હોય સતત ઓનલાઈન કામ ચાલુ જ રહે છે આચાર્યો આમાથી જ નવરા ન થતા હોય.આવી ઓનલાઈન કામગીરી ઓછી કરવા રજૂઆત કરી છે

આ ઉપરાંત શાળાઓમાં જ્ઞાનકુંજ અને ઓનલાઈન ડેતા એન્ટ્રી માટે નેટ કનેકશન આપવા, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પસંદગીના નોર્મસમાં સુધારો કરવા, જે શાળામાં મુખ્ય શિક્ષક (HTAT) નથી એ શાળામાં પણ આચાર્યને ખુબ જ વહીવટ કામગીરી સાથે સાથે વર્ગ પણ સંભાળવાનો હોય આવી શાળામાં એક વધારાનો શિક્ષક ફાળવવો અથવા આચાર્યને મહેકમમાં ન ગણવા, ડીઝીટલ ગુજરાતમાં શિષ્યવૃતિની દરખાસ્ત કર્યા પછી ઘણા બધા બાળકોની શિષ્યવૃતિ બેંકમાં જમા નથી થતી, બેંક તરફથી કંઈ જવાબ પણ નથી આવતો, વાલીઓ વારંવાર શિષ્યવૃતિ બાબતે આચાર્યો પાસે પૂછપરછ કરવા આવે છે પણ આચાર્ય કંઈ જવાબ આપી શકતા નથી, ઘણા બધા બાળકોની દરખાસ્ત કેન્સલ થાય છે, એડિટ કરવાથી પણ એડિટ નથી થતું અને દરખાસ્ત થઈ શકતી નથી એ બાબતે રજુઆત કરી છે

તેમજ HTAT મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો બનાવી બદલી કેમ્પ કરવા, પાઠ્ય પુસ્તકો સમયસર અને પુરેપુરા આપવામાં આવે તદુપરાંત શિક્ષકોને અભ્યાસ કરાવવા માટે શાળા દીઠ એક એક સેટ વધુ આપવામાં આવે, જવાહર નવોદયની પરીક્ષા આપવા માટે ઉંમર ધ્યાનમાં ન લેવામાં આવે તે સહિતની રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિલ્લા ટીમ મોરબીના અધ્યક્ષ દિનેશભાઈ ડી. વડસોલા, કિરણભાઈ વી.કાચરોલા, પ્રવિણભાઈ ધોળું, હિતેશભાઈ ગોપાણી, નિરવભાઈ બાવરવા, હિતેશભાઈ પાંચોટીયા, નટુભાઈ પટેલ, ડાયાલાલ બારૈયા, મનીષભાઈ બારૈયા, અશોકભાઈ સતાસીયા, હરમીતભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા






Latest News