મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

હમણાં કયાં ચુંટણી છે, આવશે ત્યારે હાથ જોડી લેશુ : મોરબીમાં વાવાઝોડા સમયે તૂટી પડેલું વૃક્ષ ઉપાડવાનો કોઈને ટાઈમ નથી..!


SHARE









હમણાં કયાં ચુંટણી છે, આવશે ત્યારે હાથ જોડી લેશુ : મોરબીમાં વાવાઝોડા સમયે તૂટી પડેલું વૃક્ષ ઉપાડવાનો કોઈને ટાઈમ નથી..!

થોડા સમય પહેલા મોરબીમાં વાવાઝોડાના પગલે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાય થયા હતા તે રીતે મોરબીના રવાપર રોડ ઉપર પણ એક વૃક્ષ પડી ગયુ હતુ જે આજની તારીખે ઉપાડવામાં આવ્યુ નથી..! માટે લોકોમાં આ બાબતમાં રોષ જોવા મળી રહ્યો છે કે પાલિકા કઈ હદે નિંભરતા દાખવી રહી છે અને તેનો આ નાદાર નમૂનો મોરબીના મુખ્ય માર્ગ સમા રવાપર રોડ ઉપર પણ જોવા મળી રહ્યો છે જો શહેરના મુખ્ય માર્ગો ઉપર આ હાલત હોય તો છેવાડાના વિસ્તારોની શું હાલત હશે તે વાચકોએ સ્વયં સમજી લેવું.

રબીવાસીઓએ મોરબી પાલિકાની જ તમામ સીટો નહીં પરંતુ જિલ્લા-તાલુકા પંચાયતમાં પણ ભારે મોટી બહુમતી ભાજપને આપી હતી છતાં પણ આજે શું સ્થિતિ છે તે મોરબીવાસીઓ સારી રીતે જાણે છે.જો કોઇ વિસ્તારના લોકો પોતાના વિસ્તારની સમસ્યાઓની વાત કરવા માટે જાય તો ચૂંટાયેલા સભ્યો કહે છે કે હવે અમે ક્યાં સત્તામાં છીએ પરંતુ જો ઉપરથી કોઈ મવડી મંડળનો કાર્યક્રમ આવે તો તાબડતોબ કલેકટર સહિતનાઓને કામે લગાડીને કામ કરાવવામાં આવે છે પરંતુ છેવાડાના નાગરિકોની કોઈ દરકાર લેવામાં આવતી નથી અને આજે વરસાદના સમયે છેવાળાના વિસ્તારમાં શું હાલત છે તે ચૂંટણી માટે જે લોકો મત માંગવા માટે પહોંચતા હતા તે લોકોએ છેવાડાના વિસ્તારની મુલાકાત લઇને તે વિસ્તારની દરકાર લેવી જોઈએ.જો વાત કરીએ તો

બિપોરજોય વાવાજોડામાં બાપા સીતારામ ચોકથી નિલકંઠ વિદ્યાલય બાજુ રવાપર રોડ ઉપર એક ઝાડ (વૃક્ષ) પડીગયુ હતુ તે ઝાડ આજના દિવસ સુધી ઉપાડવામાં આવેલ નથી..! શું પાલીકાના કોઈ અધિકારી કે સરકારી સંસ્થા કે આ વિસ્તારના ચુંટાયેલ આગેવાનો (જે ચુંટણી ટાંણે લોકોને હથેડીમાં ચાંદ બતાવતા હતા તે.) કે અન્ય કોઇ એજન્સીની જવાબદારી મોરબીને સ્વચ્છ રાખવાની નથી..? જો હોય તો તેઓ પોતાની આળસ ઉડાળીને આવા રોજિંદા કામોમાં કામે લાગે તે જરૂરી બન્યું છે.




Latest News