હળવદની શિવાલિકા સોસાયટીમાંથી વહેલી સવારે નીકળી ગયેલ આધેડ મહિલાનો નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળ્યો
મોરબીના લાતી પ્લોટમાં ગોડાઉનમાંથી બ્રાન્ડેડ દારૂની ૬૦ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
SHARE
મોરબીના લાતી પ્લોટમાં ગોડાઉનમાંથી બ્રાન્ડેડ દારૂની ૬૦ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના લાતી પ્લોટ વિસ્તાર શેરી નંબર ૪ અને ૫ ની વચ્ચેના ભાગમાં આવેલ ગોડાઉનમાં દારૂનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી અલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા સ્થળ ઉપરથી જુદી જુદી બ્રાન્ડની દારૂની ૬૦ બોટલો મળી આવતા પોલીસે ૪૪,૧૬૦ ની કિંમતનો મુદ્દા માલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી શહેર અને જિલ્લામાં દારૂ તથા જુગારની બદીને ડામવા માટે થઈને એસપીની સૂચના મુજબ સમગ્ર ટીમ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી એલસીબીની ટીમના સુરેશભાઈ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલભાઈ વરમોરા અને વિક્રમભાઈ કુગસીયાને મળેલ હકીકત આધારે મોરબીમાં લાતી પ્લોટ શેરી નંબર ૪ અને ૫ ની વચ્ચે ટેલીફોન એક્સચેન્જની પાછળના ભાગમાં આવેલ પેપર કપના ગોડાઉનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્કમાં રહેતો સાગરભાઇ મગનભાઈ પટેલ (૩૧) નામનો શખ્સ ત્યાંથી મળી આવ્યો હતો અને તે ગોડાઉનમાંથી બ્રાન્ડેડ દારૂની જુદી-જુદી કુલ મળીને ૬૦ બોટલો મળી આવતા પોલીસે ૪૪,૧૬૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં આ શખ્સની સામે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે મુજબ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે
દેશી દારૂ
વાંકાનેર તાલુકાના વીરપર ગામની સોરસગો તરીકે ઓળખાતી સીમના ખરાબામાં દેશી દારૂની ભઠ્ઠીઓની બાતમી હતી જેથી પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૨૦૦ લીટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો મળી આવતા પોલીસે ૪૦૦ ની કિંમતનો આથો કબજે કર્યો હતો અને આ માલ મુકેશભાઈ રામજીભાઈ મકવાણા (૩૩) રહે વીરપર તાલુકો વાંકાનેર વાળા નો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે ત્યાં દારૂની બીજી રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૬૦ લિટર આથો મળી આવતા ૩૬૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલને પોલીસે કબજે કર્યો છે અને આ માલ અશ્વિનભાઈ જીવાભાઈ ડાંગરોચા જાતે કોળી (૨૧) રહે. વીરપર વાળાનો હોવાનું સામે આવતા તેની ધરપકડ કરેલ છે