મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામ પાસે દુકાનમાં બાટલા ફાટવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત: એફએસએલની તપાસ શરૂ


SHARE









મોરબીના ગાળા ગામ પાસે દુકાનમાં બાટલા ફાટવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત: એફએસએલની તપાસ શરૂ

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા અને ગુંગણ ગામના પાટીયા નજીક આવેલ કૈલાશ ચેમ્બર નામના શોપિંગ સેન્ટરમાં દુકાનમાં આગ લાગી હતી અને ત્યારે આગ લાગવાના બનાવના પગલે દુકાનમાં રહેલ માલ સામાનની સાથે ત્યાં પડેલા ગેસના બાટલા પણ ધડાધડ બ્લાસ્ટ થાય હતા ત્યારે રસ્તા ઉપરથી પસાર થતાં યુવાનને બાટલો લાગતા ઈજાઓ થવાથી તેનું મોત નીપજયું હતું તેમજ આસપાસની પાછળ દુકાનો આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી તથા સામે પડેલા બે મોટર સાયકલ પણ બળીને ખાખ થઈ ગયેલ છે ત્યારે હવે આ બનાવમાં એફએસએલની ટિમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ગાળા અને ગુંગણ ગામના પાટીયા પાસે આવેલ કૈલાસ ચેમ્બર નામના શોપિંગ સેન્ટરમાં કાવ્યા હાર્ડવેર નામની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી તેમાં રહેલ પ્લાસ્ટિકની ઘર વપરાશની વસ્તુઓનો જથ્થો તથા બાજુમાં આવેલ કાવ્ય ઈલેક્ટ્રિક નામની દુકાનમાં આગ લાગી હતી તેમજ હાર્ડવેર અને ઇલેક્ટ્રીકની દુકાનના ગોડાઉનમાં પણ આગ લાગતા ત્યાં પડેલા ગેસના બાટલાઑ બ્લાસ્ટ થાય હતા અને તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા સલમાનખાન ચાંદબાબુખાન (૧૭) રહે. સિરામિક સિટી લાલપર તાલુકો જીલ્લો મોરબી વાળાને ગેસનો બાટલો ફાટીને વાગ્યો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને તેની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે અત્રે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના જે.બી. પરમાર આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે ઉપરોક્ત બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે જયરાજ ઉગાભાઇ ડાંગર જાતે આહિર (૨૩) રહે. મયુરનગર તાલુકો હળવદ વાળાએ આવીને જાહેરાત કરી હતી કે, કૈલાશ ચેમ્બર કાવ્ય હાર્ડવેર નામની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગતા કાવ્ય હાર્ડવેર બાજુમાં આવેલ કાવ્ય ઈલેક્ટ્રીક તથા તેમના ગોડાઉનમાં રહેલ ગેસના બાટલા ફાટવાથી સંપૂર્ણપણે પાંચ છ દુકાનો આગમાં ભસ્મિભૂત થઈ ગઈ હતી અને ચેમ્બરની સામે આવેલ બે મોટર સાયકલ પણ આગની જપેટમાં આવી જતા તેમાં નુકસાની પહોંચેલ છે હાલ એફએસએલમાં જાણ કરીને તાલુકા પોલીસના જે.બી. પરમાર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે




Latest News