મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પાવળીયારી કેનાલ પાસે રોઝલેન્ડ કારખાનામાં માટીના ઢગલા નીચે દબાઈ જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીમાં પાવળીયારી કેનાલ પાસે રોઝલેન્ડ કારખાનામાં માટીના ઢગલા નીચે દબાઈ જવાથી યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે આવેલ રોઝલેન્ડ મિનરલ્સ નામના કારખાનામાં કામગીરી ચાલુ હતી ત્યારે માટીના ઢગલા નીચે શ્રમિક યુવાન દબાઈ ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે રોઝલેન્ડ મિનરલ્સ નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો દુર્ગાપ્રસાદ નાથુરામ માલવિયા (૨૬) કારખાનામાં કામગીરી કરી રહયો હતો દરમિયાન કોઈપણ કારણોસર માટીના ઢગલા નીચે ફસાઈ જતા તે માટી નીચે દબાઈ ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ દુર્ગાપ્રસાદ માલવીયાના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ એફ.આઈ. સુમરા ચલાવી રહ્યા છે

વરલી જુગાર

માળીયા મીયાણા શહેરમાં વાગડિયા જાપા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની માહિતી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગાર કરવામાં આવતા મહમદભાઈ અલ્લારખાભાઈ જેડા જાતે મિયાણા (૩૮) રહે. જુના રેલવે સ્ટેશન વાડા વિસ્તાર માળિયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૫૧૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગાર હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News