હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી : સિરામીક યુનીટમાં પતરા ઉપર ચડેલ યુવાન પતરૂ તુટતા સારવારમાં


SHARE







મોરબી : સિરામીક યુનીટમાં પતરા ઉપર ચડેલ યુવાન પતરૂ તુટતા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતો યુવાન નેલકો સીરામીકમાં પતરા ચડાવવા મિત્રની સાથે ગયેલ હતો ત્યારે પતરૂ તૂટી જતા તે ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના વિસ્તારમાં રહેતો માનવ અશોકભાઈ રામાનંદી (ઉંમર વર્ષ ૨૨) નામનો યુવાન તેના મિત્ર સાથે ઘુંટુ રોડ ઉપર આવેલ નેલકો સીરામીકમાં પતરા ચડાવવા માટે ગયો હતો.ત્યારે પથરૂ તૂટી જતા માનવ નિચે પડી ગયો હતો.જેથી ઇજા થવાથી યુવાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખાતે યુવાને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં શુભમ કિશોરભાઈ લીંબડ (ઉંમર ૧૭) રહે.લાયન્સનગર નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા સ્ટાફના વી.કે.ચાવડા દ્રારા મારામારીના બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રંગપર ગામે રામદેવપીરના મંદિર પાસે રહેતા સુનિલ વિઠ્ઠલભાઈ ગેડાણી નામના ૨૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતાં શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી હતી.જેમાં હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવી હતી કે સુનીલ ગેડાણી બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે ગામમાં જ તેમના બાઈક આડે અચાનક કૂતરું આડું ઉતરતા તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે બનાવમાં ઈજા પહોંચતા સુનીલને હાલ સારવારમાં ખસેડાયો છે.જેથી તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ધર્મલાભ સોસાયટીમાં રહેતો હિતેશ છગનભાઈ નામનો ૪૦ વર્ષનો યુવાન શહેરના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ જિલ્લા પંચાયત કચેરી પાસેથી પસાર થતો હતો ત્યારે ત્યાં તેનુ બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજા પામેલ હિતેષને સારવાર માટે આયુષમાં ખસેડવામાં આવેલ હોય બી ડીવીઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ આગળની તપાસ હાથ ધરેલ છે.






Latest News