મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના રાણેકપર ગામના ઉપસરપંચને હોદ્દા પરથી મોકુફ કરાયા


SHARE







હળવદ તાલુકાના રાણેકપર ગામના ઉપસરપંચને હોદ્દા પરથી મોકુફ કરાયા

મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના રાણેકપર ગામના ઉપસરપંચ નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચાએ જાહેર સેવકને ન છાજે તેવું કૃત્ય કર્યું હોવાથી તેમને મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા દ્વારા હોદ્દા પરથી મોફૂક રાખવા હુકમ કરવામાં આવ્યો છે.

હળવદ તાલુકા વિકાસ અધિકારીએ કરેલ અહેવાલ અન્વયે તેઓને મળેલ  રાણેકપરનાં ગ્રામજનોની રજૂઆત મુજબ હળવદ તાલુકાની રાણેકપર ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચા રાણેકપર ગામની સીમમાં ગેરકાયદેસર દારૂ વેચાણ કરતા હતા. તેમની સામે થયેલ એફ.આઈ.આર.ની ખરાઈ કરતા તેમની સામે પ્રોહીબીશન એક્ટ અંતર્ગત ફોજદારી કાર્યવાહી માંડીને ગુજરાત પંચાયત અધિનિયમ અંતર્ગત ઉપસરપંચને હોદ્દા પરથી મોકુફ કરવા અંગે કાર્યવાહી કરવા હળવદ તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા જાણ કરવામાં આવી હતી.

જાહેર સેવકને ન છાજે તેવું કૃત્ય કરેલ હોય તેમજ ઉપસરપંચનાં હોદ્દા દરમિયાન તેમની સામે ગુનો નોંધાય એ તેમનું નૈતિક અધ:પતન ગણવાને પુરતું હતું. જેથી ગુજરાત પંચાયત અધિનિયમ અન્વયે ઉપસરપંચ સામે કાર્યવાહી કરવા અંગે ચર્ચા-વિચારણા કરી મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજા (IAS) દ્વારા નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચાને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતની મુદ્દત પૂરી થતા સુધી અથવા તેઓ સામેના આ કામે દાખલ થયેલ પ્રોહીબીશન એક્ટ મુજબના કેસમાં તેઓ દોષમુક્ત જાહેર ન થાય ત્યાં સુધી તે બંને માંથી જે વહેલું  હોય તેટલા સમય માટે ગ્રામ પંચાયત-રાણેકપરનાં ઉપસરપંચનાં હોદ્દા પરથી મોકૂફ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે.






Latest News